Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

સસ્તા દરે શ્રેષ્ઠ નિદાનઃ આર.બી.કોઠારી નિદાન કેન્દ્રમાં રેકોર્ડ બ્રેક દર્દીઓનો ધસારો

એકજ દિવસમાં ૮૦૦ દર્દીઓના નિદાન રીપોર્ટ કરવા આવ્યા

રાજકોટ તા. ૯ : આર.બી.કોઠારી નિદાન કેન્દ્રમાં રેકોર્ડ બ્રેક દર્દીઓનો ધસારો એક જ દિવસમાં સવારના ૮ થી સાંજના ૭-૩૦ સુધીમાં ૮૦૦, X-ray-90,OPG-31, MRI-22,CT-Scan-40, Sono.170,Lab.-399, Mamo-04Echo-25 CBCT-034 ECG Pts-14. દર્દીઓનું પરીક્ષણ કરી તેન રીપોર્ટ આપવામાં આવ્યા. ૬૬૦ મીનીટના સમયગાળામાં ૮૦૦ ઉપરાંત દર્દીઓની તપાસ કરી રીપોર્ટ આપવાનો રેકોર્ડ આર.બી. કોઠારી નિદાન કેન્દ્રમાં તોડવામાં આવ્યો. ગત વર્ષ ર૦૧૭માં દર્દીની એવરેજ ૬પ૦ જેટલી હતી. ર૦૧૮ ના અત્યાર સુધીના ગાળામાં ૭૦૦,૭પ૦, અને ૮૦૦ સુધી પહોંચી છે એકેજ દિવસમાં આટલા કામને પહોંચી વળવુ અઘરૂ હોવા છતાં આર.બી.કોઠારી નિદાન કેન્દ્રના ડોકટરો, ટેકનીશ્યનો અને અન્ય સ્ટાફે સતત અને સખત કામ કરીને આ ૮૦૦ ના આકડાને પહોંચી વળ્યા.

આર.બી.કોઠારી નિદાન કેન્દ્ર ૧૯૯ર થી કાર્યરત છે. ૧૯૯રમાં સર્વપ્રથમ GE કલર ડોપ્લર, ઇકો કાર્ડીયોગ્રાફી મશીન RT 6800 સારા ય ભારતમાં સર્વપ્રથમ લાવવામાં આવેલ છે, સૌરાષ્ટ્રમાં ઇકો-કાર્ડીયોગ્રાફીની સેવા સર્વપ્રથમ આર.બી.કોઠારી નિદાન કેન્દ્રમાં શરૂ કરવામાં આવેલ, આ પ્રણાલીકા સૌરાષ્ટ્ર -કચ્છમાં ન હોય તેવી સુવીધા પુરી પાડવાની પરંપરા જાળવી રાખેલ છે આર.બી.કોઠારી નિદાન કેન્દ્રના ર૭ વર્ષના ગાળામાં કરોડો રૂપિયાના સૌથી આધુનિક મશીનો લોકોની સુવિધા માટે લાવવામાં આવેલ છે અને સૌરાષ્ટ્ર-કચ્છની જનતાને પરવળે તેવા ચાર્જીસથી દરેક પ્રકારના પરિક્ષણોની સેવા પુરી પાડવામાં આવે છે. સૌરાષ્ટ્ર-કચ્છની પ્રજાએ આર.બી.કોઠારી નિદાન કેન્દ્રની સેવાઓ હૃદયપુર્વક સ્વીકારી અપનાવી લીધેલ છે. સર્વેજનો આર.બી.કોઠારી નિદાન કેન્દ્રની સેવાથી સંતૃષ્ઠ અને પ્રભાવિત છ.ે આર.બી.કોઠારી નિદાન કેન્દ્રમાં ડોકટરોનો આઉટડોર ચાલતો નથી, અહિં દર્દીઓને તપાસવામાં આવતા નથી, ફકત સૌરાષ્ટ્ર-કચ્છના ડોકટરો તરફથી રીફર થતાં દર્દીઓના પરિક્ષણ કરવામાં આવે છે.

લેબોરેટરી વિભાગમાં દરરોજ ૩૦૦ થી ૩પ૦ દર્દીઓ રાહત ભાવે રીપોર્ટ કરાવી રહેલ છે હવેની નવી વ્યવસ્થા મુજબ દર્દીઓના મો.નંબર પર રીપોર્ટ તૈયાર થઇ ગયાના મેસેજ પણ મોકલવામાં આવે છ.ે

સૌથી સારા ઇનપુટ, સારા રીએજન્ટસ, જે તે વિભાગમાં નિષ્ણાંત ડોકટરો, કવોફાઇડ ટેકનીશ્યનો, વિવેકી સ્ટાફ તથા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીઓનું ખામી રહીત સુંદર સંચાલન જવાબદાર છે. સંસ્થાની આવી સુંદર કામગીરી તથા રાહતભાવે નિદાનને કારણે દાનવીરો સામે ચાલીને દાનનો પ્રવાહ વહાવ્યા રાખે છે.

આર.બી.કોઠારી નિદાન કેન્દ્રમાં મેનેજીંગ ટ્રસ્ટીઓની નેમ સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને વધુમાં વધુ આધુનીક સેવાઓ પુરી પાડવાની છે.

(3:57 pm IST)