Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

બિગ બજાર-ઇસ્કોન મોલ-કેન્સર હોસ્પિટલ-નેક્ષા બિલ્ડીંગોમાં મચ્છરોના રાસડા

વિવિધ સ્થળોએથી ડેંગ્યુ ફેલાવતા મચ્છરોનો ઉપદ્રવ જોવા મળતા મેલેરિયા વિભાગે ૨૫ હજારનો દંડ ફટકાર્યો

રાજકોટ તા.૯: શહેરમાં મચ્છરજન્ય ડેંગ્યુ અને મેલેરિયાનો રોગચાળો બેફામ બન્યો છે ત્યારે રોગચાળો અટકાવવા મેલેરિયા વિભાગ દ્વારા મચ્છરોમાં ઉપદ્રવ અંગે સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરી જે અંતર્ગત આજે બિગ બજાર, ઇસ્કોન મોલ, સરલ  સ્ટલ, ગંજન બસેરા,નેક્ષા સાઇટ, કેન્સર હોસ્પિટલ   સહિતનાં વગેરે સ્થળો ડેંગ્યુ ફેલાવતા મચ્છરો તથા તેના પોરા (બચ્ચા) જોવા મળતા ઉપરોકત તમામ સ્થળોના સંચાલકોને કુલ રૂ. ૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો.

આ અંગે નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડની સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે, હાલ મહાનગરપાલિકા વિસ્તારમાં ડેન્ગ્યુ કેસમાં વધારો જોવા મળતા જ્યાં વિશાળ માનવ સમુહ વધુ સંખ્યા એકત્રીત હોય તેવા સ્થળોએ આરોગ્ય શાખાની ટીમ દ્વારા મચ્છર ઉત્પતિ સબબ ખાસ ચેકીંગ અભિયાન હાથ ધરે છે. આ ચેકીંગ અભિયાન દરમિયાન રૂ. ૨૫,૦૦૦નો વહિવટી ચાર્જ વસુલાત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

જેમાં બીગ બજાર અને ઇસ્કોન મોલ ૧પ૦ ફુટ રીંગ રોડમાં ખુલ્લી સીન્ટેક્ષ ટેન્ક તથા છત પર જમા પાણીમાં મચ્છરના પોરા જોવા મળતા વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. જયારે ફિલ્ડ માર્શલ-૮૦ ફુટ રોડ માંથી ર ઓવર હેડ ટેન્ક, પક્ષીકુંજ, બોરવેલની ચેમ્બર, પશુને પાણી પીવાના અવેડામાંથી મચ્છરના પોરા જોવા મળતા વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. તેમજ સરલ સ્ટવ ૮૦ ફુટ રોડ યુનિટની અંડર ગ્રાઉન્ડ બે ટાંકી તથા ટેસ્ટીંગ યુનિટમાંથી મચ્છરના પોરા જોવા મળતા વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. તથા ગુંજન બસેરા, સાધુ વાસવાણી રોડ સાઇટ પરના સંપના ખાડામાં, લીફટના ખાડામાં વોટર ટેન્કમાં તથા બેરલમાં મચ્છરના પોરા જોવા મળતા વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. આ ઉપરાંત નેક્ષા બિલ્ડીંગ, ન્યુ કોલેજવાડીમાંથી સેલરમાંથી મચ્છરના પોરા જોવા મળતા વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.

જયારે કેન્સર હોસ્પિટલ, રૈયા રોડમાંથી અંડર ગ્રાઉન્ડ ટેન્ક, ભંગાર ડોલ તથા ડબ્બામાંથી મચ્છરના પોરા મળી આવેલ હતાં.આમ, ઉપરોકત તમામ સ્થળોએ ડેંગ્યુ ફેલાવતા મચ્છરો જોવા મળતા તમામ સ્થળોએથી કુલ ૪૦ હજારનો દંડ વસૂલ્યો હતો.

(3:53 pm IST)