Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

આત્મજા કાળજા કેરો કટકો પુસ્તક ભાગ–૨નું વિમોચનઃ ભ્રુણહત્યા અટકાવવા પાંચ પ્રતિજ્ઞા લેવડાવાઇ

રાજકોટઃ આધુનિક ૨૧મી સદીમાં પણ સ્ત્રી ભ્રૂણહત્યા થતી રહે છે ત્યારે સ્વસ્તિક મહિલા ગૃહ ઉદ્યોગના સ્થાપક સંચાલક અને સમાજસેવિકા વંદિતાબેન પટેલ દ્વારા આ સમસ્યાને નાથવાના પ્રયત્ન રૂપે પારૂલ દેસાઇ લિખિત આત્મજા કાળજા કેરો કટકો પુસ્તક ભાગ ૨ પ્રકાશિત કરવામાં આવ્યું. આ સમારોહમાં ડો.ભાવનાબેન જોશીપુરાએ પ્રેરણાદાયી વકતવ્ય આપી જોમ અને જુસ્સાપૂર્વક સ્ત્રી ભ્રૂણહત્યા અટકાવવા માટે પાંચ પ્રતિજ્ઞા લેવડાવી હતી. સર્વે મહાનુભાવોનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યુ હતું. આ પુસ્તક નવરાત્રિમાં બાળાઓને લ્હાણીમાં આપી દીકરીને સશકત બનાવવા વંદિતાબેન દ્વારા સમાજને અનુરોધ કરેલ છે. પુસ્તક મેળવવા મો. ૯૭૨૩૪ ૫૭૦૩૮ ઉપર સંપર્ક કરી શકાય છે.

(4:44 pm IST)