Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

'રાજકોટ કા મહારાજા' : આજી નદીમાં મૂર્તિ વિસર્જન

રાજકોટ : ભૂદેવ સેવા સમિતિ દ્વારા આયોજીત 'રાજકોટ કા મહારાજા'ના આંગણે નવમા દિવસે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં આયુર્વેદીક તથા હોમીયોથીના ડોકટર વૈદ્ય ભાનુભાઇ મહેતા, વૈદ્ય ભારતીબેન જેઠવા, ડો.જયોતીબેન સોઢા દ્વારા દર્દીઓને વિનામૂલ્યે નિદાન અને ઇલાજ કરેલ. દર્દીઓને આયુર્વેદીક તથા હોમીપેથીની દવાનું નિઃશુલ્ક વિતરણ કરેલ હતું. નવમાં દિવસની મહાઆરતીમાં આહીર સમાજના અગ્રણી અને પી.ડી.એમ કોલેજના ટ્રસ્ટી ઘનશ્યામ હેરભા, ડી.ડી.ઓ દેવ ચૌધરી, વોર્ડ નં. ૨ના કોર્પોરેટર મનીષભાઇ રાડીયા, જયમીનભાઇ ઠાકર, વોર્ડ નં. ૨ના પ્રભારી મનુભાઇ વઘાસીયા, ડો.ભરતસિંહ ગોહેલ-સંયુકત પશુપાલન નિયામક, કરણભાઇ લાવડીયા-તાલુકા ભા.જ.પ પ્રમુખ, વોર્ડ નં. ૧ના કોર્પોરેટર શ્રીમતી દુર્ગાબા જાડેજા, જયદીપસિંહ જાડેજા, અવિભાઇ મકવાણા, શિવરાજસિંહ જાડેજા, બ્રહ્મ કર્મકાંડી બ્રહ્મસમાજના શાસ્ત્રી હિરેનભાઇ જોષી, વોર્ડ નં. ૩ના કોર્પોરેટર, વોર્ડ નં. ૩ના પ્રમુખ એડવોકેટ હિતેશભાઇ રાવલ, જે.પી. ત્રિવેદી (દાદા), શીરીષભાઇ વ્યાસ, જયોતિન્દ્રભાઇ પંડ્યા, અજયસિંહ જાડેજા, સંગીતાબેન ત્રિવેદી, નેહલબેન ત્રિવેદી, કીર્તિબેન દવે પલ્વવીબેન વ્યાસ, રક્ષાબેન ત્રિવેદી, નિશાબેન આહ્યા, વોર્ડ નં. ૧ કોર્પોરેટર ડો.અલ્પેશભાઇ મોરજરીયા, પૂર્વ કોર્પોરેટર શ્રીમતી અંજનાબેન મોરજરીયા, પંકજભાઇ, ભરતભાઇ કોરાટ, પ્રજ્ઞાબેન પુરોહીત, રંજનબેન આહ્યા, ઇલાબેન મહેતા, રેખાબેન ઉપાધ્યાય, જીજ્ઞાબેન ભટ્ટ, મીનાબેન ભટ્ટ, તૃપ્તીબેન વ્યાસ, બીનાબેન વ્યાસ, વંદનાબેન જોષી, ગીતાબેન જયસ્વાલ, પ્રિયંકાબેન પુરોહીત, શ્રધ્ધાબેન રાવલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે બપોરે ભાગવતાચાર્ય શ્રી ગોપાલભાઇ જાની દ્વારા પુજા-અર્ચન વિધી કરી આજી ડેમ ખાતે પાસેની નદીમાં મૂર્તિ વિસર્જન કરવામાં આવ્યું હતું. 'રાજકોટ કા મહારાજા' સાર્વજનીક ગણેશ મહોત્સવનું સફળ બનાવવા તેજસ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ વિશાલભાઇ આહ્યા, નિશાંતભાઇ પુરોહીત, દિલીપભાઇ જાની, નિરજ ભટ્ટ, મીત ભટ્ટ, વિશાલ ઉપાધ્યાય, પરાગ મહેતા, માનવ વ્યાસ, જય પુરોહીત, ભરતભાઇ દવે, પ્રશાંતભાઇ ઓઝા, ચિરાગભાઇ ઠાકર, વિવેકભાઇ જોષી, મોહીતભાઇ વ્યાસ, કૌશલભાઇ ભટ્ટ, જયભાઇ જોષી, અર્જુન શુકલ, મનન ત્રિવેદી, પૂજન પંડ્યા, જીજ્ઞેશ પંડ્યા, સંદીપ પંડ્યા વગેરેએ જહેમત ઉઠાવેલ.

(4:41 pm IST)