Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

ગ્રીનપાર્ક સોસાયટીમાં કાપડના વેપારી સુભાષભાઇના મકાનમાં ૮૨ હજારની ચોરી

પરિવારજનો જંકશનમાં મોટાભાઇના ઘરે અને પોતે ધંધાના કામે મુંબઇ ગયા બાદ તસ્‍કરો હાથ ફેરો કરી ગયા

રાજકોટ,તા. ૯ : પરસાણાનગરમાં આવેલી ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા કાપડના વેપારીના બંધ મકાનને નિશાન બનાવી તસ્‍કરો સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી રૂા. ૮૨,૦૦૦ની મતા ચોરી જતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા સુભાષનગર રાજુભાઇ જેસાણી (ઉવ.૩૬)એ પ્રનગર પોલીસ કથકમાં પોતે લાખાજીરાજ રોડ પર આવેલી રાજકુમાર ક્રિેએશન નામની રેડીમેઇડ કપડાની દુકાન ભાડે રાખી વેપાર કરે છે. ગત તા. ૩ના રોજ ચાર-પાંચ દિવસ માટે વેપાર ધંધા માટે મુંબઇ જવાનું હોય, જેથી મકાનના દરવાજાનું તાળુ મારી પોતે, પત્‍ની, માતા અને પુત્રી અહીં જંકશન વિસ્‍તારમાં રહેતા પોતાના મોટાભાઇ રામકિશનભાઇના ઘરે ગયા હતા. અને ત્‍યાં પોતે બે દિવસ રોકાયા બાદ તા. ૫ના રોજ પોતે ભાઇના ઘરેથી મુંબઇ જવા નિકળ્‍યા હતા. ગઇ કાલે મુંબઇથી રાજકોટ ભાઇના ઘરે આવ્‍યા બાદ થેલા મુકવા માટે પોતાના ઘરે ગયા ત્‍યારે ફળીયાની ડેલીનું તાળુ ખોલી દરવાજાનું તાળુ ખોલવા જતા નકુમો તૂટેલો હતો. પોતે તુરંત જ ઘરમાં જોતા સામાન વેરવિખેર જોવા મળ્‍યો હતો. પોતે રૂમમાં તપાસ કરતા લોખંડનો કબાટના દરવાજો ખુલ્લો હતો. તપાસ કરતા ખાનામાં રાખેલ સોનાના દાગીના તથા રૂા. ૨૦,૦૦૦ જોવા ન મળતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. બાદ પોતે પોલીસને જાણ કરતા એ.એસ.આઇ બી.આર.ગઢવી સહિતે સ્‍થળ પર પહોંચી સુભાષનગર જેસાણીની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

(4:20 pm IST)