Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

૧૩ વર્ષના મન જોષીએ ગણેશ મહોત્સવમાં લાડુ સ્પર્ધા યોજી

રાજકોટ : અહિ દોશી હોસ્પિટલ નજીક આવેલ દિશિતા એપાર્ટમેન્ટમાં પોતાના ઘરે દસ દિવસના ગણેશ સ્થાપન દરમ્યાન લાડવા સ્પર્ધાનું આયોજન માત્ર ૧૩ વર્ષની ઉંમર મન દર્શનભાઇ જોષીએ કરેલ. જેમાં ઉત્સાહી આઠ બાળકો કરણભાઇ, હેતભાઇ,સ્મિતભાઇ, ઋષિરાજભાઇ, કથનભાઇ, ધ્રુવરાજભાઇ, જન્મનજયભાઇ તથા દિપાબેને ભાગ લીધો હતો. તેમાં મનભાઇએ વિજેતાઓ પ્રથમ ક્રમે  ધ્રુવરાજ નવ લાડવા,  બીજા ક્રમે કથનભાઇ આઠ લાડવા અને ત્રીજા ક્રમે કરણભાઇએ સાત લાડવા જમતા વિજેતા જાહેર કર્યા હતા. મનભાઇએ નાની ઉંમરે ધાર્મિક કાર્ય તેમજ સ્પર્ધાનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તસ્વીરમાં વિજેતા સ્પર્ધકો નજરે પડે છે.

(4:17 pm IST)