Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

ભરતનાટયમમાં કેડી કંડારતી કેયા માંડલિયા : રવિવારે આરંગેત્રમ

 

રાજકોટ તા. ૯ : સૃજન ડાન્સ સ્કુલના શ્રીમતી પૂર્વીબેન શેઠની વિદ્યાર્થીની કેયા કૌશલ માંડલિયા ભરતનાટયમ ક્ષેત્રે પદાર્પણ કરવા જઇ રહી છે. ત્યારે તેનો આરંગેત્રમ સમારોહ તા. ૧૧ ના રવિવારે રાત્રે ૯ વાગ્યે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, આલાપગ્રીન સીટી સામે, રૈયા રોડ ખાતે યોજવામાં આવેલ છે. કેયા માંડલીયા મારવાડી યુનિવર્સિટીમાં બી.ટેકનો અભ્યાસ કરવા સાથે નૃત્ય ક્ષેત્રે આગળ વધી રહી છે. ૭ વર્ષથી ઉંમરથી તે ભરતનાટયમ શીખી રહી છે. ત્યારે રવિવારે યોજાયેલ આ આરંગેત્રેમના અવસરે તેણી પુષ્પાંજલી, મહાગણપતિ, જતીસ્વરમ, શબ્દમ, વર્ણમ, શ્રીરામ કીર્તનમ, મધુરાષ્ટકમ, તિલાના, મંગલમની પ્રસ્તુતી કરશે. ઠેરઠેરથી કેયાને શુભેચ્છાઓ મળી રહ્યાનું કૌશલ માંડલીયા (મો.૯૮૨૫૩ ૦૦૪૪૭)ની યાદીમાં જણાવાયુ છે.

(4:16 pm IST)