Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

એસ્‍ટ્રોન ચોક લેન્‍ડમાર્ક બિલ્‍ડીંગના પાર્કિંગમાં ઇલેક્‍ટ્રીક મીટરના બોર્ડમાં આગ ભભૂકી

ધૂમાડાના ગોટેગોટા નીકળતાં લોકોના ટોળા ઉમટી પડયાઃ ફાયર બ્રિગેડે આગ બુઝાવી

રાજકોટઃ એસ્‍ટ્રોન ચોકમાં આવેલી લેન્‍ડમાર્ક બિલ્‍ડીંગના પાર્કિંગમાં આગ લાગતાં અને ધૂમાડાના ગોટેગોટા નીકળવા માંડતા મોટી સંખ્‍યામાં લોકો ભેગા થઇ ગયા હતાં. તેમજ આ કોમ્‍પલેક્ષના ઓફિસ ધારકો બહાર નીકળી ગયા હતાં. ફાયર બિગ્રેડને જાણ થતાં રહીમભાઇ જોબન, મહાવીરસિંહ પરમાર, ધીરેન્‍દ્રસિંહ ઝાલા, મોૈલિકભાઇ ચનીયારા, મેહુલભાઇ, નિવૃત એસટીઓ ભટ્ટી, સામતભાઇ મોઢવાણીયા સહિતનાએ પહોંચી આગને કાબુમાં લીધી હતી. આગ ઇલેક્‍ટ્રીક મીટરમાં લાગી હતી. ફાયર બ્રિગેડે લાખોની કિંમતની કાર, સ્‍કૂટર સહિતના વાહનો બચાવી લીધા હતાં.

 

(4:11 pm IST)