Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

‘અકિલા પરિવાર'ના આંગણે ૧૦ દિવસ ગજાનનદાદાની ભકિત - આરાધનાઃ ભાવભેર મૂર્તિ વિસર્જન

રાજકોટ : સુખકર્તા દેવ ગણપતિ ગજાનન મહારાજનો ભકિત કરવાનો દિવ્‍ય અવસર... ભાદરવા માસની ચતુર્થી... છેલ્લા ૧૦ દિવસથી પ્રથમ પૂજનીય મંગલ મૂર્તિ શ્રી ગણપતિ ગજાનન મહારાજનું ઘરે ઘરે સ્‍થાપન કરી ભકિત પૂર્વક સવાર - સાંજ દુંદાળા દેવની આરતીસ્ત્રોતના પાઠ સહિતના દિવ્‍ય આરાધના કરવામાં આવતી.  ગણેશ ચતુર્થીના દિવસે સ્‍થાપન થયેલ ગણપતિ મહારાજની દિવ્‍ય મૂર્તિનું આજે અનંત ચતુર્થીએ જલદેવતા સમક્ષ વિસર્જન કરવામાં આવે છે.

અકિલા પરિવારના આંગણે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિદાદાની મૂર્તિની શાષાોકત વિધિવિધાનથી સ્‍થાપના કરવામાં આવી હતી. ગણપતિ ઉત્‍સવ દરમિયાન સવાર, સાંજ મહાઆરતી સાથે પૂજન અર્ચન કરવામાં આવેલ. આજે પૂજન, અર્ચન, આરતી બાદ દાદાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવેલ. પૂ.બાલુ મહારાજે શાષાોકત વિધિથી પ્રસંગ સંપન્‍ન કરાવેલ.

ઉપરોકત તસ્‍વીરોમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, અજીતભાઈ ગણાત્રા, નિમીષભાઈ ગણાત્રા, નયનાબેન રમેશભાઈ રાડીયા, બેનાબેન ઉદયભાઈ, મીનાબેન હરીશભાઈ ચગ, ભાવનાબેન દિપકભાઈ નાગ્રેચા, સ્‍મિતાબેન સુનિલભાઇ રાયચુરા, હકુબેન હિમતભાઈ અઢીયા, હિમતભાઈ અઢીયા, ચિ. મિરાલી, ચિ.માહી, કાનાભાઈ, રિષીભાઈ વિ. નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(4:11 pm IST)