Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

રૂડાના ૧-૨ BHK ફલેટનું કામ ઝડપી પૂર્ણ કરો : અરોરાની તાકિદ

રૂડા વિસ્‍તારમાં નિર્માણ પામી રહેલ ૧૮૩૨ EWS-II, LIG આવાસોની કામગીરીનું નિરીક્ષણ તથા હોકી મેદાનની મુલાકાત લઇ સુચના આપતા મ્‍યુનિ. કમિશનર

રાજકોટ તા. ૯ : શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ‘રૂડા'ᅠવિસ્‍તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના તથાᅠમુખ્‍યમંત્રી ગૃહᅠયોજના હેઠળᅠનિર્માણાધીનᅠEWS-IIᅠતથાᅠLIGᅠઆવાસ યોજનાનીᅠકાર્ય પ્રગતિની સમીક્ષા માટે ‘રૂડા'નાંᅠચેરમેન અમિત અરોરાએ આજે સ્‍થળ મુલાકાત કરી હતી. સાથોસાથ, નેશનલ ગેમ્‍સ-૨૦૨૨ની હોકી ઈવેન્‍ટ્‍સ રાજકોટમાં યોજાનાર છે તે અનુસંધાને તેમણે રેસકોર્સ સ્‍થિત હોકી મેદાનની પણ મુલાકાત લીધી હતી.
રૂડાના ચેરમેન અમિત અરોરાએ  તથા સંબંધિત અધિકારીઓને સાથે રાખી ટી.પી. સ્‍કીમ નં.૧૭,ᅠફા.પ્‍લોટ-૭૯ની EWS-IIᅠઆવાસ યોજનાના ૭૮૪ યુનીટ,ᅠટીપી સ્‍કીમ નં-૧૭,ફા,ᅠપ્‍લોટ-૯૫ માંᅠEWS-IIᅠઆવાસ યોજનાના ૩૨૦ યુનીટ તથા ટી.પી. સ્‍કીમ નં.-૧૦,ᅠફા.પ્‍લોટ-૩૨/એᅠખાતેᅠમુખ્‍યમંત્રી ગૃહ યોજનાના LIGᅠપ્રકારના ૭૨૮ યુનીટની સાઈટની મુલાકાતᅠલીધી હતી.ᅠઆ વિવિધ આવાસ યોજનાની કામગીરીમાં કુલ ૧૮૩૨ જેટલા આવાસોની કામગીરી પૂર્ણત્તાનાં તબક્કે છે. સદરહુ આવાસોની લગત લાભાર્થીઓને ટુંક સમયમાં લોકાર્પણ કરવાનુ આયોજનᅠછે.ᅠતે મુજબ ચેરમેન દ્વારાᅠઆ મુલાકાત દરમ્‍યાન લગત અધિકારીઓને જરૂરી સુચનો અને માર્ગદર્શન આપી આ કામગીરી ત્‍વરિત પુરી કરવા સુચના આપવામાં આવેલ

 

(4:10 pm IST)