Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

રીલાયન્‍સ કંપની સામેની એક કરોડની છેતરપીંડીના કેસમાં આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા., ૯: રીલાયન્‍સ કંપની સામે એક કરોડ રૂપીયાની છેતરપીંડી કરવાના ગુન્‍હામાં આરોપીઓને જામીન મુકત કરવાનો ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો હતો.
રીલાયન્‍સ કંપનીમાં નોકરી કરતા ઉમેશ જગદીશભાઇ ભગતએ સીઆઇડી ક્રાઇમ રાજકોટ પોલીસ સ્‍ટેશનને એ મતલબની ફરીયાદ નોંધાવેલી હતી કે સને ર૦૧૪ની સાલથી તેઓ મેસર્સ બાલાજી એન્‍જીનીયર્સ  સાથે રીલાયન્‍સ જીયોના ટાવર બનાવવાનું તથા તેને મેઇન્‍ટેનન્‍સ કરવાનું કામકાજ કરે છે. સને ર૦૧૪ થી ૨૦૨૨ દરમ્‍યાન બાલાજી એન્‍જીનીયર્સ અને રીલાયન્‍સ જીયો દ્વારા જુદી જુદી જગ્‍યાએ અનેક ટાવરો ઉભા કરવામાં આવેલ અને મેઇનટેનન્‍સ કરવામાં આવેલ હતું અને આ સમયગાળા દરમ્‍યન  બાલાજી એન્‍જીનીયર્સ દ્વારા રીલાયન્‍સ સાથે ખોટા વર્કઓર્ડરો ઉભા કરી તેમજ વર્કઓર્ડરો સાથે છેડછાડ કરી ખોટા બીલો બનવી રીલાયન્‍સ કંપની સાથે રૂપીયા એક કરોડ પાંચ લાખ ચોવીસ હજાર નવસો છોતેરની છેતરપીંડી કરી અને રીલાયન્‍સ કંપનીને આર્થીક નુકશાન પહોંચાડેલ હતું જે બાબતે સીઆઇડી ક્રાઇમ રાજકોટ ઝોન પોલીસ સ્‍ટેશન દ્વારા આઇપીસી કલમ ૪૦૬,૪૨૦, ૪૨૭,૪૬૭, ૪૬૮,૪૭૧, ૧૧૪, ૧ર૦ (બી) તથ ભારતીય તાર અધિનિયમની કલમ રપ મુજબની (૧) સંદીપ મનુભાઇ સાવલીયા (ર ) મયુર અશોકભાઇ કીકાણી (૩) હીંમત વલ્‍લ્‍ભભાઇ વાગડીયા (૪) જયકુમાર નાનજીભાઇ વાટલીયા વિરૂધ્‍ધ ફરીયદ નોંધેલ હતી.
 ઉપરોકત ગુન્‍હા સંબંધે સીઆઇડી ક્રાઇમ  રાજકોટ ઝોન પોલીસ સ્‍ટેશન દ્વારા આરોપીઓ (૧) સંદીપ મનુભાઇ સાવલીયા (ર) મયુર અશોકભાઇ કીકાણી (૩) જયકુમાર નાનજીભાઇ વાટલીયાની ધરપકડ કરવમં આવેલ હતી અને ત્‍યાર બાદ અરોપી  સંદીપ મનુભાઇ  સાવલીયા તથા મયુર અશોકભાઇ કીકાણી દ્વારા સેસન્‍સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવેલ હતી. જે જામીન અરજી સેસન્‍સ કોર્ટ દ્વારા રદ કરવામાં આવેલ હતી.આ કામે  દલીલો તથા ગુજરાત હાઇકોર્ટ સુપ્રિમ કોર્ટન વિવિધ ચુકદાઓ ધ્‍યાને લઇ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આરોપીઓને રૂા. ૧૦,૦૦૦ના શરતી જામીન ઉપર મુકત કરવામાં આવેલ હતો. આ કામમાં બચાવપક્ષે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં વિરાટભાઇ પોપટ તેમજ રાજકોટના એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા, જયવીર બારૈયા, ખોડુભા સકરીયા મીલન જોષી, દીપ વ્‍યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

 

(4:05 pm IST)