Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

સગીરા ઉપર દુષ્‍કર્મના કેસમાં પકડાયેલા આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ

રાજકોટ તા. ૯ : દુષ્‍કર્મ આચરવાના ગુન્‍હામાં આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરવાનો હુકમ કર્યો હતો.
ગત તા.ર૮/૬/રરના રોજ વિછીંયા પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવામાં આવેલ અને તે ફરીયાદમાં જણાવેલ કે દુષ્‍કર્મનો ભોગ બનનાર સગીરા કુદરતી હાજતે ગયેલ ત્‍યારે આરોપીએ તેના મોબાઇલમાં ભોગ બનનારના ખૂલ્લા ફોટા પાડી ભોગ બનનારની સગાઇ જે જગ્‍યાએ થયેલ તે વ્‍યકિતે આવા ફોટા મોકલી અગાઉ તોડાવી નાખેલ અને આવા ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી ભોગ બનનાર સગીરા સાથે દુષ્‍કર્મ આચરવાની ફરીયાદ પોલીસમાં નોંધાતા વિછીંયા પોલીસે આરોપી છાસીયા એમ. વિછીંયા વાળાની ધરપકડ કરી જેલ હાવેલ કરે અને આરોપી સામે ચાર્જશીટ દાખલ કરેલ.
આરોપીએ જેલમાંથી જામીન ઉપર છુટવા જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપી સામે સમાજ વિરોધી ગુન્‍હો છે. આવા આરોપીને જામીન આપી શકાય નહી તે રજુઆતને ધ્‍યાને લઇ સેસન્‍સ જજ શ્રી જે.ડી. સુથારે જામીન અરજી રદ કરેલ છ.ે
આ કામમાં સરકાર તરીકે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

 

(4:03 pm IST)