Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

રવિવારે રાષ્‍ટ્રીયશાળા ખાતે એક દિવસીય નિઃશુલ્‍ક ઓશો શિબિરનું આયોજન

રાજકોટઃ રાષ્‍ટ્રીયશાળા ઓશો ગ્રુપ દ્વારા રવિવારે તા.૧૧/૯ ના રાષ્‍ટ્રીય શાળા  મધ્‍યસ્‍થ હોલ ખાતે એક દિવસીય ફ્રી ઓશો શિબીરનું આયોજન કરેલ છે.
આ શિબિરના આખા દિવસનો કાર્યક્રમ  આ મુજબ રહેશે. સવારે ૫.૧૫ થી વોર્મઅપ સક્રિય ધ્‍યાન, ૭ થી ૯.૩૦ નાસ્‍તો તેમજ દૈનિક પ્રવૃતિ માટે વિરામ, ૯.૩૦ થી ૧૧ ઓશો ધ્‍યાન પ્રયોગ, ૧૧.૦૦થી ૧૧.૩૦ ચા-પાણી વિરામ ૧૧:૩૦ થી ૧:૧૫ ઓશો ધ્‍યાન પ્રયોગ બપોરે ૧:૧૫ થી ૪ બપોરનું ભોજન આરામ, ૪ થી ૫:૧૫ ઓશો ધ્‍યાન પ્રયોગ, ૫:૧૫ થી ૫:૪૫ ચા-પાણી વિરામ, પઃ૪૫ થી ૮:૩૦ ઓશો વાઇટ રોબ સેલિબ્રેશન, ૮:૩૦ થી રાત્રિભોજન બાદ શિબિર સમાપન.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલીપ પટેલ, ભીખાલાલ વોરા, મહેશભાઇ   કયાડા, જે.બી.કયાડા, ભરત વિરડીયા, રણછોડભાઇ પટેલ, ભાર્ગવ ત્રિવેદી, કિશોરભાઇ કોટડીયા, લલીતભાઇ રંગાણી, કિશનભાઇ વિજય, કિશોર મકવાણા, હર્ષદભાઇ, મહેશભાઇ લુણાગરીયા, મિલન શાહ, નિરજ લાખાણી, પરેશ ઉધાડ, વિપીનભાઇ કારીયા, દિનેશ ભીમાણી, અશ્વીનભાઇ ખુવા, રવિ લુણાગરીયા, રાષ્‍ટ્રીયશાળા મેનેજીંગ સ્‍ટાફ તેમજ પ્રેમ સ્‍વામી, ભારતીબેન કયાડા, કલ્‍પનાબેન કયાડા, ભાવના કીમુન્‍દ્રા, કંચનબેન વિરડીયા, ઇલા શિંગાળા, નિયા ત્રિવેદી, પુજા એસ્‍કોલ, નિશા મકવાણા, સુમિત્રા લુણાગરીયા, ભાવિશા લુણાગરીયા, ખ્‍યાતિશાહ જહેમત ઉઠાવી રહ્યા છે.
શિબિરના રજીસ્‍ટ્રેશન માટે વોટસએપઃ દિલીપ પટેલઃ ૯૮૨૫૨૨૯૩૯૪, ભીખાલાલ વોરાઃ ૯૩૭૪૧૦૧૧૨૪, ભાવના કાસુન્‍દ્રાઃ ૭૫૭૫૦૦૨૦૨૦.
શિબિર માટે રજીસ્‍ટ્રેશન સ્‍થળ પર પણ કરાવી શકાશે.

 

(3:59 pm IST)