Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

રાજકોટમાં ગઇકાલે રાત્રે વીજળીના કડાકા-ભડાકાએ ૮ ફીડરોમાં અંધારા પાથરી દીધા : સેંકડો ઘરોમાં લાઇટો ગૂલ

અમૂક સ્‍થળે વીજ ઉપકરણો બળી ગયા : ૧૫૦ ફરીયાદો : ૧૩૦નો નિકાલ

રાજકોટ,તા.૯ : રાજકોટમાં ગઇકાલે રાત્રે ૯ વાગ્‍યા આસપાસ વીજળીના ભરપૂર કડાકા-ભડાકા, વાદળોની ગડગડાટી-ગાજવીજ સાથે બેફામ વરસાદ તૂટી પડયો હતો, જેના કારણે સેંકડો ઘરોમાં લાઇટો ગુલ થતા અંધારા છવાઇ ગયા હતા, મોડીરાત સુધી વીજ પુરવઠો પુનઃ કાર્યન્‍વિત કરવા ટીમો સતત દોડતી રહી હતી.

અધિકારી સૂત્રોના કહેવા મુજબ રાજકોટમાં એચ.ટી.૧ હેઠળ ન્‍યુ ઓમનગર ફીડર, એચ.ટી. ૨ હેઠળ વોકહાર્ડ ફીડર, તથા એચ.ટી. ૩ હેઠળ સ્‍વાતિપાર્ક, ઉપવન, અર્જુન, નિજાનંદ, નાનામવા, લોર્ડસ ફીડરમાં ફોલ્‍ટ સર્જાતા સંખ્‍યાબંધ ઘરો-કોર્મશીયલ સેન્‍ટરો-રસ્‍તાઓ ઉપર લાઇટો ગૂલ થઇ હતી, ટેકનીકલ ટીમો મોડી રાત સુધી સતત દોડતી રહી હતી, કુલ ૧૫૦ ફરીયાદો નોંધાઇ હતી, જેમાંથી ૧૩૦નો રાત સુધીમાં નિકાલ કરાયો હતો, બાકીની આજ બપોર સુધીમાં ક્‍લીયર કરી દેવાઇ હતી.

(3:57 pm IST)