Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

શહેર અડધા કલાકમાં જળબંબાકારઃ પોણો ઇંચ પાણી પડયું : સીઝનનો કુલ ૩૦.૫૬ ઇંચ

ગઇ કાલે રાત્રે ૮ : ૩૦ આસપાસ શરૂ થયેલ જોરદાર વરસાદથી વાહન ચાલકો સલવાયા : રસ્‍તાઓ પાણી-પાણી : ભારે વરસાદથી ૩ વૃક્ષો ધરાશાયીઃ ન્‍યારી-૧ની ૨૨.૯૬ અને આજી-૧ ૨૭.૨૦ ફુટ સપાટી પહોંચી

રાજકોટ,તા. ૯ : શહેરમાં ગઇ કાલે રાત્રે ધુમધડાકા અને વીજળીના ભારે કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડયો હતો. અચાનક જોરદાર વરસાદ આવવાથી વાહન ચાલકોમાં અફડા તફડી મચી ગઇ હતી અને રસ્‍તાઓ ઉપર પાણી ફરી વળ્‍યા હતા.

ગઇ કાલે બપોર. ૧૨ વાગ્‍યાથી આજે બપોરખ ૧૨ વાગ્‍યા સુધીમાં શહેરનો મનપા ચોપડે પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો.

ઉપરાંત તેમજ હાલની સિઝનનો કુલ વરસાદ ૭૫૭.૦૦ મી.મી. (૨૯.૮૦ ઇંચ) જેટલો નોંધાયેલ છે.

જ્‍યારે ગઇ કાલે રવિ રત્‍ન પાર્ક શેરી નં.૪, એરપોર્ટ રોડ રામેશ્વર ચોક, નિરંજની સોસાયટી મેઇન રોડ, રોડ, એરપોર્ટ રોડ, એકજાન નગર શેરી નં.૨/૬, બ્‍લોક નં. ૩૩ ઝાડ પડી ગયેલ જે ફાયર બ્રિગેડ શાખા દ્વારા નિકાલ કરવાની કામગીરી કરવામા આવેલ છે.

શહેરને પાણી પુરૂ પાડતા ન્‍યારી ડેમ - ૧ ની હાલની સપાટી ૨૨.૯૬ ફુટ છે. પાણીનો જથ્‍થો ૧૨૪૮.૩૫ MCFT છે. આજી ડેમ - ૧ ની હાલની સપાટી ૨૭.૨૦ ફુટ છે. પાણીનો જથ્‍થો ૮૧૯.૧૦ MCFT છે. ચાલુ વરસાદના સમયે તંત્ર દ્વારા શહેરના જુદા જુદા વિસ્‍તારમા ત્‍વરીત કામગીરી કરી સમયસર પાણીનો નિકાલની કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ નાગરીકોની સલામતિ માટે ૪  અન્‍ડરપાસ લક્ષ્મીનગર અન્‍ડરપાસ, મહિલા કોલેજ અન્‍ડરપાસ, રેલનગર અન્‍ડરપાસ, તથા આમ્રપાલી અન્‍ડરપાસ, સંપુર્ણ રીતે કાર્યરત છે.

ગઇ કાલે તા.૮ બપોરે ૧૨થી તા.૯ બપોરે ૧૨ સુધી રાજકોટ શહેરના દરેક ઝોનમાથી મુખ્‍ય કન્‍ટ્રોલ રૂમ ખાતે પヘમિ ઝોનમાંથી ૩ વૃક્ષો પડવાની ફરિયાદ આવેલ. જેનો ત્‍વરીત નિકાલ કરાયેલ. 

(3:51 pm IST)