Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

કાલે સવારે ૮ થી ૧૨ ધંધા- રોજગાર બંધ રાખજોઃ કોંગ્રેસની સ્‍કૂટર રેલી દ્વારા પ્રજાજનોને અપીલ

રાજકોટઃઆવતીકાલે સવારે ૮ થી ૧૨ વાગ્‍યા સુધી ‘ગુજરાત સાંકેતિક' બંધના એલનાને પગલે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા સ્‍કુટર રેલી દ્વારા રાજકોટની મુખ્‍ય બજારો ધર્મેન્‍દ્ર રોડ, લાખાજીરાજ રોડ, પરાબજાર, સોની બજાર, કંદોઈ  બજાર, મોચી બજાર ને બંધ રાખવા વેપારીઓ-દુકાનદારોને અપીલ કરાઈ હતી.

કોંગી આગેવાનોએ જણાવેલ કે હાલની દેશની વર્તમાન પરિસ્‍થિતિ જોતા ગરીબ તેમજ સામાન્‍ય વર્ગ ખુબજ પરેશાન છે. મોંઘવારી ચરમ સીમાએ છે. બેરોજગારીને બેકારી પણ ખુબજ છે.સ્ત્રી સુરક્ષા અને કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ પણ ચિંતા જનક છે. નસીલા પદાર્થોનો કારોબાર ખુબજ  ફૂલ્‍યો ફેલ્‍યો છે, ડ્રગ્‍સ પકડવાના સમાચારો આવે છે.પરંતુ સરકાર સાવ સુસ્‍ત તેમજ નીરસ થઈને બેઠી છે. ખેડૂતો, યુવાનો, નાના વેપારીયો, નાના કારખાનેદારો, સરકારી નોકરિયાતો, પોલીસ કર્મીઓ, પૂર્વ સૈનીકો, સીનીયર સિટીઝનો, વગેરે ખુબજ પરેશાન છે. પોતાનો અવાજ સરકારને સંભળાય તે માટે પ્રયત્‍નો કરી રહ્યા છે.  જેથી સૌએ નાગરીકો, વેપારીઓ, ધંધાદારીઓ,  નાનો ધંધો કરતા લારી, ગલ્લા, રિક્ષાવાળા વગેરેએ બંધ રાખી સરકારના બહેરા કાન સુધી આ વાતો પહોચાડવા માં સારી સફળતા મળશે.

સરકારની આંખ ખોલવા માટે કોંગ્રેસ પક્ષના સવારે ૮ થી ૧૨ સુધી બંધ ના એલાન ને સહકાર આપવા વિનંતી કરાઈ હતી. આ સ્‍કુટર રેલીમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદી, પ્રદેશ મહામંત્રી અશોક ડાંગર, જસવંતસિંહ ભટ્ટી, ભરતભાઈ મકવાણા, શહેર મહિલા પ્રમુખ દિપ્તીબેન સોલંકી, સેવાદળ પ્રમુખ રણજીતભાઈ મુંધવા, કિશાન સેલ ચેરમેન નીલેશભાઈ વિરાણી, દીપેનભાઈ ભગદેવ અને  હિરલબેન રાઠોડ સહીત ના આગેવાનો કાર્યકરો જોડાયા હતા.

(3:47 pm IST)