Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

ગવલીવાડમાંથી ઉદયનગરનો ઘનશ્યામ પકડાયોઃ બે વાહનચોરીના ભેદ ખુલ્યા

ટ્રાન્સપોર્ટમાં કામ કરતો શખ્સ ફેરવવા માટે લોક વગરના વાહન ચોરી લેતોઃ પ્ર.નગર પીઆઇ આર. ટી. વ્યાસ અને પીએસઆઇ કે. સી. રાણાની ટીમની કાર્યવાહી

હેડકોન્સ. કરણભાઇ મારૂ અને કોન્સ. અનોપસિંહ ઝાલાની બાતમી

રાજકોટ તા. ૯: મવડી ઉદયનગર-૧માં ઓમ નામના મકાનમાં રહેતાં ઘનશ્યામ સામતભાઇ ડોડીયા (ઉ.૪૪)ને ભીલવાસ ગવલીવાડ ચોક પાસેથી ચોરાઉ વાહન સાથે પકડી લેવાયા બાદ વિશેષ પુછતાછ થતાં બે વાહન ચોરીનો ભેદ ઉકેલાયો હતો. પ્ર.નગર પોલીસે સ્કૂટી પેપ નં. જીજે૦૩એએલ-૧૦૩૩ તથા હોન્ડા જીજે૦૩ઇજી-૦૧૭૭ તેની પાસેથી કબ્જે કર્યા છે. આ બંને વાહનની ચોરીની ફરિયાદ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં જ નોંધાઇ હતી.

ડી. સ્ટાફની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. કરણભાઇ મારૂ અને કોન્સ. અનોપસિંહ ઝાલાને મળેલી બાતમી પરથી ઘનશ્યામને પકડી લેવાયો હતો. તે ટ્રાન્સપોર્ટમાં કામ કરે છે. પોતાને વાહન ફેરવવાનો શોખ હોઇ પણ ખરીદી શકે તેમ ન હોવાથી તે હેન્ડલ લોક વગરના વાહન ચોરી લેતો હતો. એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ આર. ટી. વ્યાસ, પીએસઆઇ કે. સી. રાણા, હેડકોન્સ. કલ્પેશભાઇ ચાવડા,  કરણભાઇ મારૂ, કોન્સ. યુવરાજસિંહ જોજા, મહાવીરસિંહ જાડેજા, અશોકભાઇ હુંબલ, અનોપસિંહ ઝાલા તથા જયેન્દ્રસિંહ પરમારે આ કામગીરી કરી હતી.

(4:41 pm IST)