Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

નેશનલ ગેમ્‍સ દરમિયાન અમને ખાણી-પીણીના સ્‍ટોલ ફાળવો

મ્‍યુ. કમિશ્‍નરને રેસકોર્ષના કેબીન ધારકોની રજુઆત

રાજકોટ,તા. ૯ : આગામી તા. ૧૫ થી ૧૯ દરમિયાન રાજકોટ ખાતે નેશનલ ગેમ્‍સનું આયોજન થવા જઇ રહ્યું છે. જેમાં ખાણી-પીણીના પણ હંગામી સ્‍ટોલ ફાળવવામાં આવનાર છે. જે અંગે રેસકોર્ષમાં ચબુતરા પાસે કેબીનોમાં વેપાર કરતા લોકોએ મ્‍યુ.કમિશ્‍નર અમિત અરોરાને આવેદન આપી રજુઆત કરેલ કે અમારી પાસે મનપા તેમજ ફુડનું લાયસન્‍સ પણ છે અને અમે વર્ષોથી લારી-ગલ્લા-કેબીનમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરી આજીવિકા મેળવીએ છીએ. તો આ હંગામી સ્‍ટોલની ફાળવણી અમને થવાની અમારી આવકમાં વધારો કરી શકીશું. તંત્ર દ્વારા નક્‍કી કરાયેલ ભાડુ/ફી અમે ભરી આપીશું.

 

(3:53 pm IST)