Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

નીટના પરિણામમાં ઉજજવળ દેખાવ કરતા મોદી સ્‍કુલના તારલાઓઃ ૬પ૦થી વધુ ગુણ મેળવતા ૧૬ છાત્રો

રાજકોટ તા. ૯: મેડિકલ પ્રવેશ માટે લેવાતી NEET UG 2022 નું પરિણામ જાહેર થયેલ. પરિણામમાં સમગ્ર દેશના 18 લાખ વિદ્યાર્થીઓમાંથી મોદી સ્‍કૂલનાં વિદ્યાર્થીઓએ શ્રેષ્‍ઠ પરિણામ મેળવી સૌરાષ્‍ટ્ર ભરનાં  NEET નાં પરિણામમાં મોખરાનું સ્‍થાન મેળવ્‍યું છે. મોદી સ્‍કૂલના વિદ્યાર્થી સાધરીયા યશ 696 Mark મેળવીને ALL INDIA RANK-106  તથા GENERAL EWS RANK ALL INDIA RANK-4th સાથે ટોચનું સ્‍થાન મેળવ્‍યું છે. ઉપરાંત 690 MARK સાથે સોમૈયા કેવીન AIR-334, 685 MARK સાથે ભટ્ટ આયુષ AIR - 553, 685 MARK સાથે દવે હર્ષ AIR-604 અને 676 MARK સાથે સ્‍વામી જાનવી AIR-988,  એ ALL INDIA TOP - 1000 માં સ્‍થાન મેળવીને પોતાના પરિવારનું તથા મોદી સ્‍કુલ પરિવારનું ગૌરવ વધાર્યું છે.

મોદી સ્‍કૂલના કુલ 16 વિદ્યાર્થીઓ 650 થી વધુ ગુણ 47 વિદ્યાર્થીઓએ 600+ થી વધુ તથા 115 વિદ્યાર્થીઓએ 500 + ગુણ મેળવીને નીટની કઠિન ગણાતી એવી નેશનલ લેવલની પરિક્ષામાં સર્વશ્રેષ્‍ઠ પરિણામ મેળવીને સાબિત કર્યું છે કે માત્ર Schooling system દ્વારા દેશના નામાંકિત કોચિંગ કરતા પણ શ્રેષ્‍ઠ પરિણામ મેળવી શકાય છે. ઉજજવળ પરિણામ માટે વિદ્યાર્થીઓએ શ્રી મોદી તથા શ્રી હિતનું સચોટ માર્ગદર્શન, નિયમિત NEET પેટર્નની પરિક્ષાઓ, ચેપ્‍ટર વાઇઝ Modules થકી આ પરિણામ શકય બન્‍યું છે.

ધો. 11 તથા 12 સાયન્‍સમાં NEET, JEE (Main+Advanced), GUJCET જેવી Competitive Exams નાં વર્ષોવર્ષ ઉચ્‍ચ પરિણામ અંગે મોદી સ્‍કૂલના સંસ્‍થાપક ડો. આર. પી. મોદી એ આ સફળતા અંગે જણાવ્‍યું કે અમો 35 વર્ષથી સૌરાષ્‍ટ્રના વિદ્યાર્થીઓની શિક્ષણ પધ્‍ધતિ, ઘરનાં વાતાવરણ તથા તેઓના એજયુકેશન કલચરને સમજીએ છીએ. જેના કારણે શ્રેષ્‍ઠ પરિણામો શકય બને છે. મોદી સ્‍કૂલ મેનેજમેન્‍ટની સૌરાષ્‍ટ્રની સાયન્‍સના વિદ્યાર્થીઓના માનસપટને સમજવાની ક્ષમતાનાં કારણે આવા શ્રેષ્‍ઠ પરિણામો મોદી સ્‍કૂલ મેળવી રહી છે. રાજકોટ તથા જામનગર સિટીમાં રહેતા વિદ્યાર્થીઓ માટે તો બરાબર પણ સૌરાષ્‍ટ્રના અંતરિયાળમાં રહેતા ગામડાંના ઉચ્‍ચ બૌદ્ધિક ક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે મોદી બોર્ડિંગ સ્‍કૂલ આશિર્વાદ સ્‍વરૂપ છે. બોર્ડિંગ સ્‍કૂલનું શાંત વાતાવરણ, શિક્ષણ માટેનું શ્રેષ્‍ઠ આયોજન રિડીંગ લાઇબ્રેરી તથા ડાઉબ્‍ટ કાઉન્‍ટર, મોબાઇલ તથા સોશિયલ મીડીયાનાં પ્રદુષણોથી દૂર કુદરતી વાતાવરણ અને હોશિયાર વિદ્યાર્થીઓ વચ્‍ચેની હરિફાઇનું તત્‍વ સૌરાષ્‍ટ્રભરનાં આવા હોશિયાર વિદ્યાર્થીઓને પોતાની ઉચ્‍ચ કારકિર્દીનાં ઘડતર માટેનો મજબુત પાયોપુરો પાડે છે. સોમૈયા કેવિન જેમને 690 MARKS સાથે AIR-334 મેળવેલ છે. તેઓ સૌરાષ્‍ટ્રના મોરબી જીલ્લાના વતની છે તથા રાજકોટમાં ઇશ્‍વરિયા ખાતેની મોદી બોર્ડિંગ સ્‍કુલમાં એડમિશન મેળવીને પોતાની ઉજજવળ કારકિર્દી કંડારીને સૌરાષ્‍ટ્રભરમાં રહેતા હોશિયાર વિદ્યાર્થીઓ માટે ઉદાહરણ પુરૂં પાડેલ છે.

મોદી સ્‍કૂલના શ્રેષ્‍ઠ પરિણામ બદલ સ્‍કૂલના સંસ્‍થાપક ડો. આર. પી. મોદી, પારસ સર, હીત સર તથા ધવલ સરે એ બધા જ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા છે.

(3:43 pm IST)