Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

જામકંડોરણા રાજપુત સમાજ ભવનના નિર્માણાર્થે નવરાત્રી દરમિયાન સંગઠન જયોત યાત્રા

ર૫ મીએ ગોંડલના આશાપુરા મંદિરેથી જયોત પ્રજવલીત થશેઃ ર૬ મીએ થોરડીથી પ્રારંભઃ તાલુકાના રર ગામોમાં યાત્રા ફરશેઃ દશેરાના દિવસે જામકંડોરણામાં સમાપન

રાજકોટ, તા., ૯:  જામકંડોરણા ખાતે   આશરે ર કરોડના ખર્ચે રાજપુત સમાજ ભવનના નિર્માણ કાર્યનો પ્રોજેકટ તાલુકા રાજપુત સમાજ દ્વારા હાથ ધરવામાં આવ્‍યો છે. આ અંતર્ગત  તા.ર૬ મીએ  પ્રથમ નવરાત્રીના દિવસે થોરડીથી સંગઠન જયોત યાત્રા શરૂ થઇ દશેરાના દિવસે જામકંડોરણા ખાતે પુરી થશે. ર૫ મીએ ગોંડલના આશાપુરા મંદિર ખાતેથી યાત્રાની જયોત પ્રજવલીત થશે. યાત્રા તાલુકાના રર ગામડાઓમાં ફરશે. સંગઠન અને સામાજીક-રાજકીય-શૈક્ષણીક જાગૃતીના ધ્‍યેય સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેની માહીતી આપવા માટે રાજપુત સમાજ જામકંડોરણાના પ્રતિનિધિઓ ‘અકિલા' કાર્યાલયની મુલાકાતે આવ્‍યા હતા.

ગોંડલ ભુમી ગૃપના શકિતસિંહ જાડેજા, તેજુભા જાડેજા (પ્રમુખ જામકંડોરણા રાજપુત સમાજ), બાપુભા ગગુ઼ભા જાડેજા (મેઘાવડ),  દિગુભા જાડેજા (મહામંત્રી જા.ક.રા.સ.),  ભુપેન્‍દ્રસિંહ જાડેજા (વાવડી), દાનુભા જાડેજા (પીપરડી), ધ્રુવપાલસિંહ જાડેજા (ચેરમેન તાલુકા પંચાયત જામકંડોરણા), સુરેન્‍દ્રસિંહ વાળા (તાલુકા કોંગ્રેસ પ્રમુખ), રણજીતસિંહ બાપુ (કાના વડાળા), ક્રીપાલસિંહ જાડેજા (પીપરડી), પ્રદ્યુમનસિંહ જાડેજા (મેઘાવડ),  આર.ડી.જાડેજા (રાજકોટ) દ્વારા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી.   

પ્રથમ નવરાત્રીએ તા. ર૬ મીથી ગોંડલના થોરડીથી સંગઠન જયોત યાત્રાનું પ્રસ્‍થાન થશે. નવરાત્રી દરમિયાન આ યાત્રા રર ગામોમાં ફરશે. મુખ્‍ય ૧૦ ગામોમાં રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

જામકંડોરણામાં રાજપુત સમાજ ભવન નિર્માણ માટે ૧ર૦૦ વાર જમીન નક્કી કરી લેવામાં આવી છે. જેના ઉપર સુચીત સમાજ ભવનનું  નિર્માણ થવાનું છે. આ આયોજન યાત્રાના મુળભુત ધ્‍યેય પૈકીનો એક છે તેમ  ક્ષત્રીય અગ્રણીઓએ જણાવ્‍યું હતું.

(3:42 pm IST)