Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

મેડીકલનું પ્રવેશદ્વાર પ્રીમિયર સ્‍કુલનું પ્રીમિયમ પરિણામ

વિદ્યાર્થીઓને સતત મોનિટરીંગ, મોટીવેશન, ડાઉટ સોવલીંગ દ્વારા અવ્‍વલ પરિણામ હાંસલ કરતી ટીમ પ્રિમીયમ : માત્ર શાળાકીય અભ્‍યાસ કરીને દર વર્ષે સેંકડો છાત્રોએ ડોકટર બનવાનું સપનુ સાકાર કર્યુ : સંચાલક નેહા દેસાઇ, મનન જોશી, નીરવ બદાણી, મુકેશ તિવારીના નેતૃત્‍વમાં ઉચ્‍ચ કારકિર્દીનું ઘડતર કરતા વિદ્યાર્થીઓ

રાજકોટ : નીટ પરીક્ષાના શ્રેષ્‍ઠ રિઝલ્‍ટ મેળવીને પ્રીમિયર સ્‍કુલના વિદ્યાર્થીઓએ માત્ર રાજકોટ જ નહિ પણ દેશભરમાં વિજયી ડંકો વગાડયો છે. પ્રીમિયર સ્‍કુલનો તેજસ્‍વી તારલો પ્રશમ ત્રિવેદી ૭૦૦ ગુણ સાથે સૌરાષ્‍ટ્રમાં પ્રથમ અને દેશભરમાં ૭૩મો ક્રમ મેળવ્‍યો છે. અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે પ્રીમિયર સ્‍કુલના નેહાબેન દેસાઇ, મનનભાઇ જોશી, નિરવભાઇ બદાણી, મુકેશભાઇ તિવારી સાથે શ્રેષ્‍ઠ પરિણામ મેળવનાર તેજસ્‍વી તારલાઓ તથા અકિલાના ઉદય વેગડા નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરિયા)

રાજકોટ તા. ૯ : મેડીકલ પ્રવેશ માટે લેવાતી રાષ્‍ટ્રીય કક્ષાની નીટની પરીક્ષાનું તાજેતરમાં પરિણામ જાહેર થયેલ. જેમાં મેડીકલના પ્રવેશદ્વારનું બિરૂદ પામનાર રાજકોટની પ્રિમીયર સ્‍કુલે તેના પ્રિમીયમ પરિણામ દ્વારા સેંકડો છાત્રો હવે મેરીટ ધોરણે મેડીકલ અભ્‍યાસ માટે પ્રવેશ મેળવીને ડોકટર બનવાનું સપનુ સાકાર કરશે.

તાજેતરમાં મેડિકલ પ્રવેશ માટે નીટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. પ્રિમીયમ સ્‍કૂલ પોતાના વિસ્‍ફોટક પરિણામથી ગુજરાત સૌરાષ્‍ટ્રને ગૌરવ પ્રાપ્‍ત કરાવેલ છે. કોરોનાના કપરાકાળમાં અને લોકડાઉન જેવી પરિસ્‍થિતિમાં પણ સ્‍કૂલ દ્વારા વિદ્યાર્થીઓને નીટ માટે રિવીઝન લેકચરની ઓનલાઇન વ્‍યવસ્‍થા કરવામાં આવેલ. જેનો વિદ્યાર્થીઓએ ભરપૂર ઉપયોગ કર્યો. સતત મોનિટરીંગ, મોટીવેશન અને ડાઉટ સોવલિંગ દ્વારા ટીમ પ્રીમિયરના શિક્ષકો વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહન આપી, આ અવ્‍વલ દરજ્‍જાનું  પરિણામ મેળવ્‍યું છે. પ્રીમિયર સ્‍કૂલના વિદ્યાર્થીઓએ નીટના પરિણામમાં ૭૨૦માંથી ઉચ્‍ચ ગુણ મેળવીને દર વર્ષે સરકારી મેડીકલ કોલેજમાં પ્રવેશ સુનિヘતિ કરી ડોકટર બનવાનું સપનું સાકાર કર્યું છે. પ્રીમિયર સ્‍કૂલનું નીટનું પરિણામ એક કિર્તીમાન સ્‍વરૂપ છે. ટીમ પ્રીમિયર સ્‍કૂલના ૨૧૫ વિદ્યાર્થીઓમાંથી ૬ વિદ્યાર્થીઓએ ૬૮૦થી વધુ હાંસલ કર્યા છે. ૧૬ વિદ્યાર્થીઓ ૬૫૦થી વધુ ગુણ મેળવેલ છે. ૨૭ વિદ્યાર્થીઓએ ૬૦૦થી વધુ મેળવેલ છે. ૭૬ વિદ્યાર્થીઓએ ૫૦૦થી વધુ ગુણ મેળવેલ છે.

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ૭૦૦ માર્ક મેળવી નેશનલ લેવલે ટોપ ૧૦૦માં ડોકટર દંપતી ડો. તેજસ ત્રિવેદી અને ડો. વીણાબેન ત્રિવેદીના સુપુત્ર પ્રશમ ત્રિવેદી AIR અને UR ૬૧ સ્‍થાનમું સ્‍થાન મેળવ્‍યું છે. સમગ્ર સૌરાષ્‍ટ્રનું ગૌરવ વધારેલ છે. આ સાથે પ્રીમિયમ સ્‍કૂલ સૌરાષ્‍ટ્રમાં સતત અગ્રેસર રિઝલ્‍ટ આપવા બદલ શાળા સંચાલક નેહા દેસાઇ, મનન જોશી, નીરવ બદાણી, મુકેશ તિવારી સમગ્ર સ્‍ટાફ અને વિદ્યાર્થીઓ હર્ષની લાગણી અનુભવે છે.

મેડિકલ અને એન્‍જીનિયરીંગની ઉચ્‍ચ કોલેજમાં પ્રવેશ માટે પ્રીમિયર સ્‍કુલના નેહાબેન દેસાઇ, મનનભાઇ જોશી, નીરવભાઇ બદાણી, મુકેશભાઇ તિવારીના નેતૃત્‍વમાં વિષય નિષ્‍ણાંત શિક્ષકો દ્વારા પાયાનું શિક્ષણ આપવામાં આવે છે. દર પરિણામમાં રાજકોટની પ્રીમિયર સ્‍કુલે શ્રેષ્‍ઠ દેખાવ કરીને હજારો આજે ઉચ્‍ચ કારકિર્દીના શિખર પર બિરાજે છે.

ગઇકાલે જાહેર થયેલ નીટની પરીક્ષાના પરિણામમાં પ્રશમ ત્રિવેદી ૭૦૦ ગુણ સાથે ઓલ ઇન્‍ડિયામાં યુઆર રેન્‍ક ૬૧ અને એઆઇઆર ૭૩ તેમજ ઋષિ દલસાણીયા ૬૯૦ ગુણ મેળવેલ છે તો પનારા દેવને ૬૭૮, આર્યન વઘાસીયા ૬૭૬, હેત પરસાણીયા ૬૬૫ ગુણ, કિર્તીન પટેલ ૬૬૨, હેત્‍વી પાબારી ૬૬૨ તેમજ શ્‍લોક ચૌહાણ ૬૬૧, સહજ શાહ ૬૬૦, મીત ભાગ્‍યા ૬૬૦, મૈત્રી બાવીસી ૬૫૯, પાર્થ કોઠારી ૬૫૦ ગુણ મેળવ્‍યા છે.

ધો. ૧૦માં સતત ત્રીજા વર્ષે ૧૦૦ ટકા પરિણામ આપી રાજકોટનું નામ ગૌરવવંતુ કરેલ છે, ધો. ૬થી જ ફાઉન્‍ડેશન થકી સાયન્‍સ અને મેથ્‍સ માટે વધારે તૈયારી કરવામાં આવે છે.

પ્રીમિયર સ્‍કૂલના વિદ્યાર્થીઓ મેડિકલ ઉપરાંત એન્‍જીનિયરીંગમાં પણ ડંકો વગાડે છે. જેઇઇ એડવાન્‍સ જેવી પરીક્ષામાં પણ આ જ સંસ્‍થાની હિરવા કંજારીયા રાજકોટમાંથી ક્‍વોલિફાય થઇ સ્‍કૂલ અને રાજકોટનું નામ ગૌરવવંતુ કરેલ છે અને આજ સંસ્‍થાના વિદ્યાર્થીઓએ સફળતા મેળવી દેશની નામાંકીત સંસ્‍થાઓમાં પોતાનું સ્‍થાન ગ્રહણ કર્યું છે. આ સંસ્‍થાના વિદ્યાર્થીઓએ ઓછા પ્રચલિત પણ ખૂબ જ સન્‍માનીય સ્‍કોલરશિપો જેવી કે KVPY (કિશોર વૈજ્ઞાનિક પ્રોત્‍સાહન યોજના), ઓલમ્‍પિયાડ, NSTSE જેવા રાષ્‍ટ્રીય કક્ષાની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓમાં ઉચ્‍ચ ગુણાંક મેળવી સંસ્‍થાનું નામ રોશન કરેલ છે.

(3:42 pm IST)