Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

બોલીવુડના પ્રખ્‍યાત કોરીયોગ્રાફર દેવેશ મીરચંદાણી રાજકોટ આવશે : નવધા દ્વારા ૧૮મી થી વર્કશોપ

દેશ-વિદેશમાં અનેક વર્કશોપ થકી ભારતીય નૃત્‍ય કલાને બહોળા સમુદાય સુધી પહોંચાડનાર આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિપ્રાપ્ત બોલીવુડ કોરિયોગ્રાફ પ્રથમ વખત ગુજરાતમાં

રાજકોટ, તા. ૯ :  નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને જયારે રાજકોટના ગરબા પ્રેમીઓ આ વર્ષે સંગીતના તાલે ઝુમવા થનગની રહ્યા છે એ સમયે તેમના માટે એક આનંદના સમાચાર છે. બોલીવુડના અનેક કલાકારોને પોતાની કોરિયોગ્રાફી થકી ઓનસ્‍ક્રીન અદ્‌્‌ભૂત ડાન્‍સ પ્રદર્શિત કરતા દર્શાનવાર પ્રખ્‍યાત કોરિયોગ્રાફર દેવેશ મીરચંદાણી ગુજરાતમાં સૌપ્રથમ વખત તેમનો સેમી કલાસીકલ અને ફોક વર્કશોપ કરવા માટે રાજકોટ ખાતે આવી રહ્યા છે.

નવધા કલ્‍ચરલ કલબ દ્વારા ૧૮ સપ્‍ટેમ્‍બરથી આયોજિત થનારા આ ૭ દિવસીય વર્કશોપમાં દેવેશ મીરચંદાણી દ્વારા ભાગ લેનાર દરેક વ્‍યકિતને વિવિધ ગીતો પર સેમી કલાસીકલ અને ફોક ડાન્‍સ શીખવામાં આવેશ. નવરાત્રીનાો સમય નજીક હોવાથી આ વર્કશોપમાં ગરબાના વિવિધ સ્‍ટેપ્‍સ પણ શીખવામાં આવશે.

ભારતીય નૃત્‍યકલા વિશે લોકોને માહિતગાર કરવા તેમજ આ કલાને વધુને વધુ લોકો નજીકથી જાણી શકે અને શીખી શકે એ હેતુથી ભારતના અનેક શહેરો ઉપરાંત દુનિયાના વિવિધ દેશોમાં પોતાના વર્કશોપ થકી લોકોને નૃત્‍ય શીખડાવનાર દેવેશ મીરચંદાણીનું નામ આજના સમયમાં ટોચના સ્‍થાને છે.

વર્કશોપમાં ભાગ લેનાર તમામ વ્‍યકિતઓને સર્ટીફીકેટ આપવામાં આવશે તેમજ ડાન્‍સ શોમાં દેવેશ મીરચંદાણી સાથે પરફોર્મ કરવાની તક પણ મળશે. રાજકોટ ખાતે યોજાનારા વર્કશોપ માટે ૧પ વર્ષથી ઓછી વયના બાળકો માટે રજીસ્‍ટ્રેશન પૂર્ણ થઇ ગયેલ છે અને ૧પ વર્ષથી મોટી વયના વ્‍યકિતઓ માટે જુજ સંખ્‍યામાં રજીસ્‍ટ્રેશન થઇ રહ્યું છે.

(3:41 pm IST)