Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

આજે ઓણમ : કેરલનો એક રાષ્ટ્રીય પર્વ

શ્રાવણ શુકલ ત્રયોદશી તિથિથી ઓણમ ઉજવાય છે. ઓણમ દક્ષિણ ભારતના રાજય કેરલનો એક મુખ્ય તહેવાર છે જેને ત્યાં તેને એક રાષ્ટ્રીય પર્વનો દર્જો મળ્યું છે. આ ઉત્સવ ૧૦ દિવસ સુધી ચાલે છે. ઓણમની ઉજવની દશહરાની રીતે જ થાય છે તેમા કેરળના લોકો તેમના ઘરોમાં ૧૦ દિવસ ફૂલોથી શણગારીએ છે.ઙ્ગ

આ વસંત ઉત્સવ ક્ષેત્રની પૌરાણિક રાજા મહાબલીના એ સમતાવાદી આદર્શ શાસનની યાદમાં ઉજવવામાં આવે છે, જેમાં લોકો સમૃદ્ઘિ અને સમાનતાપૂર્ણ જીવન જીવે છે. ઓણમ પર મહાબલીનુ સ્વાગત કરવા માટે લોકો જાતિ,વર્ગ અને ધર્મના અવરોધો તોડીને પોતાના ઘરને ફૂલોના ગાલીચાથી સજાવે છે.ઙ્ગ

પૌરાણિક કથાના મુજબ 'અસુર' રાજા મહાબલીને ભગવાન વિષ્ણુએ તેમની લોકપ્રિયતાથી ઈર્ષા રાખનારા દેવતાઓના દબાવને કારણે પાતલ લોકમાં કૈદ કરી દીધા હતા, પરંતુ ત્યાં જતા પહેલા મહાબલીએ ભગવાન વિષ્ણુ સાથે મલયાલી પંચાગના 'તિરૂઓણમ' દિવસ પર સગાંઓને મળવાની અનુમતિ પ્રાપ્ત કરી લીધી હતી.ઙ્ગ

આ પર્વમાં પાક કાપવામાં આવે છે. વિવિધ જગ્યાએ મેળા યોજાય છે. આ દિવસોમાં વિવિધ પકવાન બનાવવામાં આવે છે. ઘરની સફાઈ અને સજાવટ થાય છે. ઘરની બહાર રંગોળી બનાવવામાં આવે છે. આ મહોત્સવ દરમિયાન ખાસ કરીને સ્નેક બોટ રેસનું આયોજન કરવામાં આવે છે. જેને વલ્લમ કલી કહેવામાં આવે છે. આ તહેવાર પાકને કાપવા સાથે જોડાયેલો છે. શહેરમાં આ તહેવારને બધા સમુદાયના લોકો સાથે ઉજવવામાં આવે છે. આ પર્વ મલયાલમ કેલેન્ડરના પહેલાં મહિના ચિંગમની શરૂઆતના દિવસોમાં ઉજવવામાં આવે છે. ઓણમ ઉત્સવ ચારથી દસ દિવસ સુધી ચાલે છે, જેમાં પહેલો અને દસમો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે.

: સંકલન :

ડો. સચિન જે. પીઠડીયા

સરકારી વિનય કોલેજ-ભેંસાણ

(4:43 pm IST)