Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

સોસાયટીમાં ખાડા ખોદતા પહેલા મંજુરી લેવી : પુછીને ખાડા ખોદવા

ગાંધીનગરની ગોલ્ડન પાર્ક સોસાયટીએ માર્યુ બોર્ડ : ચર્ચાનું કેન્દ્ર બન્યુ

રાજકોટ,તા. ૯ : 'સોસાયટીમાં ખાડા ખોદતાં પહેલાં મંજુરી લેવી, પુછીને ખાડો ખોદવો' આ પ્રકારના લખાણ સાથેનું પોસ્ટર સેકટર-૩૦ ગોંલ્ડન પાર્ક સોસાયટી ખાતે લાગ્યુ છે. જેમાં કોર્પોરેશન અને વોર્ડ નંબર-૫ના કોર્પોરેટર નામ સાથે ધમકી લખાઇ છે. આ અંગે સ્થાનિક રહીશ જૈમિન શુકલએ વિડિયો બનાવીને કહ્યુ હતુ કે,'અહીં ટોરેન્ટ પાવરવાળાએ વીજ પોલીના વાયર બદલવા માટે ખાડો ખોદ્યો છે.

સાત દિવસથી ઘરની બહાર ખાડો ખોદીને જતા રહ્યા છે. કોઇ કામગીરી કરી નથી કે વાયરો નાખ્યા પણ નથી. અમારા વાહનો ઘરની અંદર આવી શકતા નથી. ઘરની બહાર રહેવાથી ચોરીનો ભય રહે છે. વૃધ્ધોને ઘરની બહાર આવવા જવા સમયે ભારે મુશ્કેલી પડે છે. જેમાં ખાડામાં પડી જાય તો ગંભીર ઇજાઓ પણ થઇ શકે છે.

કોર્પોરેટર કિંજલ પટેલને ફરિયાદ કરી હતી. જેનો કોઇ જવાબ આવ્યો નથી હવે અમે કંટાળ્યા છીએ. સમગ્ર મુદ્દે સોસાયટીની બહાર લાગેલુ બેનર ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. સાત દિવસથી સ્થાનિકોની સમસ્યા સામે કોઇને ધ્યાન ન દેવાતા આ પ્રકારે પોસ્ટર મારીને તંત્રની ઉંઘ ઉડાવવાનો પ્રયત્ન કરાયો છે.

(4:39 pm IST)