Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

૧૭મીએ મનપાનું જનરલ બોર્ડ : રામવન - ટી.પી. રસ્‍તા - લાઇટના પ્રશ્નનો ધોધ

રામવનમાં આજદિન સુધીના કેટલા મુલાકાતી આવ્‍યા, કેટલી આવક થઇ હાલ શું સુવિધા તથા નવા ભળેલા વિસ્‍તારોમાં નવા ટ્રાફિક સિગ્નલ મુકવા અંગે શું આયોજન ? વગેરે બાબતે મનીષ રાડિયાનો પ્રથમ ક્રમાંકનો પ્રશ્ન : ભાજપના ૧૪ કોર્પોરેટરોએ ૨૯ અને કોંગ્રેસના ૧ કોર્પોરેટરે ૩ પ્રશ્ન રજૂ કર્યા

રાજકોટ તા. ૯ : આગામી તા. ૧૭ના રોજ મ્‍યુનિ. કોર્પોરેશનનું જનરલ બોર્ડ સવારે ૧૧ વાગ્‍યે સ્‍વ. રમેશભાઇ છાયા સભાગૃહમાં યોજાશે. જેમાં ભાજપના ૧૪, કોંગ્રેસના ૧ સહિત ૩૨ પ્રશ્નો રજુ કરાયા છે. જેમાં વોર્ડ નં. ૨ના ભાજપના કોર્પોરેટર મનિષભાઇ રાડિયાએ પૂછેલા રામવનની વિવિધ માહિતી આપવા તથા નવા ભળેલા વિસ્‍તારમાં ટ્રાફિક સિગ્નલ મુકવાની વિચારણા સહિતના પ્રશ્નોથી બોર્ડની ચર્ચાનો પ્રારંભ થશે. આમ, શાસકોનો સતત બે બોર્ડ બાદ પ્રથમ પ્રશ્ન આવ્‍યો છે.

મનપાનું આગામી ૧૭મી સપ્‍ટેમ્‍બરના રોજ મળનાર જનરલ બોર્ડ મેયર પ્રદિપ ડવના અધ્‍યક્ષસ્‍થાને યોજાશે. આ બોર્ડમાં વોર્ડ નં. ૨ના કોર્પોરેટર મનીષભાઇ રાડિયાના પ્રશ્નથી પ્રારંભ થશે. જ્‍યારે બીજા ક્રમાંકે વોર્ડ નં. ૧૬ના કોર્પોરેટર નરેન્‍દ્રભાઇ ડવે છેલ્લા ૬ માસ દરમિયાન નવી સ્‍ટ્રીટલાઇટ નાંખવા તથા રીપેરીંગની કુલ કેટલી ફરિયાદ આવેલ છે ? ટીપરવાન કેટલા ? નવા ભળેલા વિસ્‍તારમાં કુલ કેટલા ટીપરવાન ફાળવવામાં આવેલ ? તેમજ ત્રીજો પ્રશ્ન વોર્ડ નં. ૧૩ના કોર્પોરેટર નીતિન રામાણીએ મનપા દ્વારા કયા કયા વિસ્‍તારમાં પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવેલ છે ? દરમિયાન ચોથો પ્રશ્ન વોર્ડ નં. ૮ના કોર્પોરેટર અશ્વિન પાંભરનો શહેરમાં પાણી વિતરણ માટે ઇ.એસ.આર., જી.એસ.આર. કુલ કેટલા ? હાલમાં કયા કયા સ્‍થળોએ ઇ.એસ.આર., જી.એસ.આર. બનાવવાની કામગીરી ચાલુ છે ? શહેરના તમામ વોર્ડમાં પાણી વિતરણની શું વ્‍યવસ્‍થા છે ? ફરિયાદ નોંધાવવા માટે મહાનગરપાલિકા દ્વારા કોલ સેન્‍ટર, વોટસએપ સહિતની દરેક સુવિધાઓ હેઠળ કઇ કઇ શાખાઓ લગત ફરિયાદ નોંધવામાં આવે છે ? એ દરેક સુવિધાઓમાં ફરિયાદ નોંધણી તથા ફરિયાદ નિકાલની પધ્‍ધતિ કઇ છે ? છેલ્લા ૧ માસમાં કુલ કેટલા શહેરીજનોએ સુવિધાઓનો લાભ લીધો ?

આ ઉપરાંત વિપક્ષી નેતા અને વોર્ડ નં. ૧૫ના કોર્પોરેટર ભાનુબેન સોરાણીએ રાજકોટ મહાનગરપાલિકાના ૧ થી ૧૮ વોર્ડમાં લાગુ પડતી ટી.પી. સ્‍કીમની વિવિધ વિગતો આપવી તેમજ બાંધકામ, વોટર વર્કસ, ડ્રેનેજ, બ્રીજ પ્રોજેકટ, ડ્રેનેજ પ્રોજેકટ, સેન્‍ટ્રલ સ્‍ટોર અને આવાસ યોજના શાખા દ્વારા હાલ કયા કયા કામો ચાલી રહ્યા છે જેની વિગતો તથા છેલ્લા ૩ વર્ષ દરમિયાન મનપાના પદાધિકારીઓએ કરવામાં આવેલ જાહેરાતોની વિગતો સહિતના પ્રશ્નો પૂછવામાં આવ્‍યા છે.(૨૧.૩૯)

મારૂતિ ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારમાં રોડ નામકરણ સહીતની ૩ દરખાસ્‍તો

રાજકોટ તા. ૯: આગામી તા. ૧૭મી મળનાર મનપાની સાધારણ સભામાં ત્રણ દરખાસ્‍તો અંગે નિર્ણયો કરવામાં આવશે.

જેમાં વાવડી સિપાહી જમાત વકફ ટ્રસ્‍ટ, વાવડીને કબ્રસ્‍તાન માટે સરકારી ખરાબા વાવડી રે.સ.નં. ૧૪૯/પૈકીની જમીનમાં, નીમ કરવા અંગે, શહેરના વોર્ડ નં. ૧પમાં મારૂતિ ઇન્‍ડસ્‍ટ્રીઝ એરિયામાં આવેલ મુરલીધર વે-બ્રિજની બાજુમાં આવેલ જુનો વડાળીનો માર્ગ તરીકે ઓળખાતા રસ્‍તાને ‘‘રામનાથ ઇન્‍ડસ્‍ટ્રીઝ મેઇન રોડ૩' નામકરણ કરવા અંગે તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું રોજકામ જાણમાં લેવા દરખાસ્‍ત અંગે નિર્ણય લેવામાં આવશે.

(3:32 pm IST)