Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

શહેરમાં બપોરે ૧૨ સુધીમાં ૯૦૪ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન

ગણપતિ બાપા મોર્યા.... અગલે બરસ તું જલ્‍દી આના...ના ગગનભેદી નાદ : મનપાની ફાયર-ઇમરજન્‍સી ટીમ સતત હાજર : લોખંડી પોલીસ બંદોબસ્‍ત : આજી ડેમ ખાતે ભારે ધસારો

રાજકોટ તા. ૯ : ગણેશ વિસર્જન માટે રાજકોટ શહેરના નીચે મુજબના સ્‍થળે રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્‍ડ ઇમરજન્‍સી સર્વિસીઝ શાખા દ્વારા ફાયરᅠ્રૂᅠઇમરજન્‍સી સર્વિસીઝ શાખાનો સ્‍ટાફ તેમજ પોલીસ બંદોબસ્‍ત જે રાજકોટ શહેરી શહેરીજનો માટે જે ગણેશ વિસર્જનની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે તે સ્‍થળ પર આજે સવારે ૮ થી બપોરે ૧ વાગ્‍યા સુધીમાં ૯૦૪ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું. જેમાં આજી ડેમ ઓવરફલો પાસે ખાણ નં. - ૧ ખાતે ૩૨૦, આજી ડેમ ઓવરફલો પાસે ખાણ નં. - ૨ ખાતે ૫૪, આજી ડેમ ઓવરફલો ચેકડેમ-૨૪,  પાળ ગામ, જખરા પીરની દરગાહ પાસે,ᅠમવડી ગામથી આગળ - ૨૧૦, ન્‍યારાના પાટીયા પાસે ન્‍યારા રોડ,ᅠખાણમા જામનગર રોડ - ૨૦૮, બાલાજી વેફર્સની સામે વાગુદળ પાટીયા પછીના પુલ નીચે કાલાવડ રોડ - ૨૮, એચ.પી.ના પેટ્રોલ પમ્‍પ સામે,ᅠરવિવારી બજાર વાળુ ગ્રાઉન્‍ડ આજી ડેમ પાસે ભાવનગર રોડ ખાતે ૬૦ મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું.

(3:31 pm IST)