Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

શહેરમાં વધુ ૨૭ હોટલ - હોસ્‍પિટલ - શોરૂમમાં મચ્‍છરોના ઘર : ૬૮ હજારનો દંડ

મનપા તંત્ર ઉંધા માથે : મચ્‍છર ઉત્‍પતિ સબબ ૩૮ સ્‍થળોની તપાસ : ૭ને નોટીસ : મચ્‍છરજન્‍ય રોગચાળો અટકાવવા મેલેરીયા શાખાનું સઘન ચેકીંગ

રાજકોટ તા. ૯ : શહેરમાં મચ્‍છરજન્‍ય રોગચાળો અટકાવવા મનપા તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે અન્‍વયે વિવિધ વિસ્‍તારમાં હોટલ - રેસ્‍ટોરન્‍ટ, બાંધકામ સાઇટ, હોસ્‍પિટલ સહિત ૩૮ને મચ્‍છર ઉત્‍પતિ સબબ તપાસ કરતા ૭ને નોટીસ તથા ૨૭ સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પતિ સબબ રૂા. ૬૭,૬૦૦ દંડ ફટકારવામાં આવેલ છે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મહાનગરપાલિકાની આરોગ્‍ય શાખા દ્વારા ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્‍તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્‍ટ, કોર્મશિયલ કોમ્‍પલેકસ, ઔદ્યોગિક એકમો, વ્‍યાપાર ધંધાનાᅠસ્‍થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્‍તારોમાં મચ્‍છરોના ઉત્‍પતિ સ્‍થાનો જોવા મળશે તો જગ્‍યાના માલિક કે ભોગવટો કરનારકે જવાબદારને સીધી રીતે જવાબદાર ગણાશે.ᅠજેની વિરૂદ્ધ મચ્‍છર ઉત્‍પતિ સબબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આ કામગીરી સબબ તા.૮ના રોજ હોટલ,ᅠᅠબાંધકામ સાઇટ,ᅠહોસ્‍પિટલ સહિતની પ્રિમાઇસીસોમાં મચ્‍છર ઉત્‍૫તિ સબબ ચેકીંગ કામગીરી કરવામાં આવેલ.આ કામગીરીᅠહેઠળ નીચે જણાવેલ પ્રિમાઇસીસમાં મચ્‍છરના પોરા મળી આવતાઅથવા મચ્‍છર ઉત્‍પતિ થાય તેવી બેદરકારી જોવા મળતા નોટીસ આ૫વાનીᅠ/ᅠવહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ. જેમાં અતુલ મોર્ટસ પ્રા. લી.,ᅠટાગોર રોડ, વેલનેસ હોસ્‍પિટલ,ᅠજાગનાથ મેં રોડ, મહાશક્‍તિ હોટેલ,ᅠબાલાજી મંદિર પાસે, યોર રેસ્‍ટોરાં,ᅠસાંગણવા ચોક ત્રિકોણ બાગ, યુનિવર્સલ ટ્રેડ સેન્‍ટ્રલ (કોમપ્‍લેક્ષ), સાંગણવા ચોક ત્રિકોણ બાગ, કાવેરી હોટેલ,ᅠસાંગણવા ચોક ત્રિકોણ બાગ, જયોતિ હોટેલ,ᅠકનક રોડ,ᅠજુના પાવર હાઉસ પાસે, ગેલેક્‍સી હોટેલ,ᅠત્રિકોણ બાગ પાસે, ઓપેરા ટાવર,ᅠત્રિકોણ બાગ પાસે, ભાભા હોટેલ,ᅠત્રિકોણ બાગ પાસે, હોટ એન્‍ડ મોટરેસ્‍ટોરાં,ᅠત્રિકોણ બાગ પાસે, શ્રી આર બી કોઠારી હોસ્‍પિટલ,ᅠવિદ્યાનગર મેં રોડ, નમન ન્‍યુરો સર્જીકલ હોસ્‍પિટલ,ᅠવિદ્યાનગર મેં રોડ, જય ચેમપ્‍સ, (બાંધકામ), વિદ્યાનગર,મેઇન રોડ, માલવિયાક્રોઈન (બાંધકામ) માલવિયા ચોક, રિવેરા હોટેલ,ᅠગોંડલ રોડ, અમિતટાયર (ડેલો) ગોંડલ રોડ, સંતોષ હોટેલ,ᅠયાજ્ઞિક રોડ, માધવ કોમ્‍પલેક્ષ ᅠયાજ્ઞિક રોડ, માલાબાર યાજ્ઞિક રોડ, તનિષ્‍ક જવેલર્સ યાજ્ઞિક રોડ, હાઈ સ્‍ટ્રીટ કોમ્‍પલેક્ષ યાજ્ઞિક રોડ, રાજ રતન કોમ્‍પલેક્ષ ટાગોર રોડ, સિલ્‍વરચેમ્‍બરᅠટાગોર રોડ, જે પી ટાવરᅠટાગોર રોડ, મોરીસ ફયુગ્ન રેસ્‍ટોરાંᅠકુંજ કોમ્‍પલેક્ષᅠકેનાલ રોડ પાસે, હોટેલ તાજ પેલેસ ᅠકુંજ કોમ્‍પલેક્ષᅠકેનાલ રોડ પાસે, વરદ મલ્‍ટી સ્‍પેશીયાલીટી હોસ્‍પિટલᅠકનક રોડ, હોટેલ ક્રિશ્ના પેલેસᅠકનક રોડ, ડો.ᅠશાહઓર્થોપેડીક હોસ્‍પિટલᅠકનક રોડ, હોટેલ સમ્રાટᅠકરણપરા ૩૭, આશીર્વાદગેસ્‍ટ હાઉસᅠકનક રોડ, કોટક હોમિયોપેથીક વિભાગᅠકનક રોડ, મંગલમ હોસ્‍પિટલᅠએસ્‍ટ્રોન ચોકનો સમાવેશ થાય છે.

(3:31 pm IST)