Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

સંગીત નૃત્‍ય નાટય મહાવિદ્યાલયનું ગૌરવ અક્ષરા પ્રથમ

રાજકોટઃ રમત-ગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજીત કલા મહાકુંભ, ૨૦૨૨ના સાંસ્‍કૃતિક વિભાગની શાષાીય ગાયન સ્‍પર્ધાનાં ૧૫થી ૨૦ વયના વિભાગની હરીફાઇમાં રાજકોટ શહેર કક્ષાએ સંગીત નાટય ભારતી સંચાલિત સંગીત નૃત્‍ય નાટય મહાવિદ્યાલય, રાજકોટની ગાયન વિષયની ચતુર્થ વર્ષની વિદ્યાર્થીની કુ.પંડયા અક્ષરા સી.એ પ્રથમ સ્‍થાન મેળવી સંસ્‍થાનું ગૌરવ વધાર્યુ છે. કુ. અક્ષરા પંડયા સંસ્‍થામાં ગાયન વિભાગના શિક્ષક કુ. નિયતીબેન ભટ્ટ પાસે તાલીમ મેળવી રહ્યા છે.

 

(12:02 pm IST)