Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

ભાદરને છલકાવામાં સવા બે ફુટ બાકી આજી-ન્‍યારીમાં હવે ર ફૂટ પાણી આવશે એટલે છલકાશેઃ રાજકોટ માટે ભરપૂર પાણી

રાજકોટ : મેઘરાજાએ ફરી સટાસટી શરૂ કરી છે પરીણામે રાજકોટ તથા સૌરાષ્‍ટ્રના જીલ્લાના ડેમોમાં નવા પાણીની આવક શરૂ થઇ છે. જેતપુર નજીકના ભાદર ડેમમાં ૦.ર૩ ફૂટ નવુ પાણી આવતા કુલ સપાટી ૩૧.૭૦ ફૂટ થઇ છે. હવે ભાદર ડેમ છલકાવામાં સવા બે ફુટ પાણીની જરૂરીયાત છે, આવી જ રીતે આજી-૧માં ૦.૧૬  ફૂટ તથા ન્‍યારીઅ૧માં ૦.૩૩ ફૂટ નવુ પાણી આવતા આ બંને ડેમને છલકાવામાં પણ ર ફૂટ નવા પાણીની જરૂરિયાત છે, આજી-૧ની સપાટી ર૭.ર૦ ફૂટે તો ન્‍યારી-૧ની સપાટી ર૩ ફૂટે પહોંચી છે. રાજકોટ માટે હવે આવતા ચોમાસા સુધી ભરપુર પાણી મેઘરાજાએ આપી દીધુ છે.

 

(11:46 am IST)