Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

રાજકોટના રંજનબેનનું બેડીમાં વાડીએ વિજકરંટ લાગતાં મોત

વાડીએ પાણીની મોટર ચાલુ કરવા જતાં બનાવ

રાજકોટ તા. ૯: મોરબી રોડ પર જકાતનાકા પાસે રહેતાં રંજનબેન ભરતભાઇ ઇટોલીયા (ઉ.૫૫) સાંજે બેડી હડમતીયા ગામે સહદેવસિંહની વાડીએ મજૂરી કરતાં હતાં ત્‍યારે પાણીની મોટર ચાલુ કરવા જતી વખતે વિજકરંટ લાગતાં બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુવાડવા પોલીસ સ્‍ટેશનના પ્રવિણભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

ગુંદાવાડીના વિશાલભાઇનું બેભાન હાલતમાં મોત

ગુંદાવાડી-૧૮માં રહેતાં વિશાલભાઇ હરેશભાઇ ફીચડીયા (ઉ.૪૦) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ભક્‍તિનગરના નરેન્‍દ્રભાઇ ગઢવીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:07 am IST)