Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

બોટાદના ગઢડા પાસે ટ્રેકટરે બાઇકને ઉલાળતાં ૧૫ વર્ષના રાહુલનું મોત

ચુડાના કુડલાથી ફઇના ઘરે ગયો'તોઃ ત્‍યાં ફઇના દિકરા સાથે હટાણુ કરવા જતાં બનાવ

રાજકોટ તા. ૯: બોટાદના ગઢડા ગામ નજીક ટ્રેકટરે બાઇકને ઉલાળતાં મામા-ફઇના બે ભાઇઓ ફંગોળાઇ ગયા હતાં. જેમાં પંદર વર્ષના તરૂણને ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું છે.

ચુડાના કુડલા ગામે રહેતો રાહુલ સવજીભાઇ દસાડીયા (દેવીપૂજક) (ઉ.૧૫) બોટાદના ગઢડા ગામે તેના ફઇના ઘરે ગયો હોઇ ત્‍યાંથી ફઇના દિકરા અજય સુરાભાઇ (ઉ.૨૫) સાથે તા.૨ના રોજ બાઇકમાં બેસી ગઢડા બોટાદ હટાણુ કરવા ગયો હતો.પરત પોતાના ગામ જતાં હતાં ત્‍યારે રસ્‍તામાં ટ્રેકટરે બાઇકને ઉલાળતાં બંને ફેંકાઇ ગયા હતાં. જેમાં અજયનો બચાવ થયો હતો. જ્‍યારે રાહુલને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. અહિ આજે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર રાહુલ ત્રણ ભાઇમાં નાનો હતો અને છુટક મજૂરી કરતો હતો. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:04 am IST)