Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

અટીકા ગોપવંદના સોસાયટીના ઓટો બ્રોકર રમેશભાઇ ડાંગરની આત્‍મહત્‍યા

મગજ ભમતો હોવાથી ગળાફાંસો ખાઇ લીધોઃ પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૯: અટીકા સાઉથ નહેરૂનગર પાસે ગોપવંદના સોસાયટી-૨માં રહેતાં અને વાહન લે-વેંચની ઓફિસ ધરાવતાં રમેશભાઇ વીરાભાઇ ડાંગર (ઉ.વ.૪૦) નામના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

રમેશભાએ રાત્રીના સાડા બારેક વાગ્‍યે દોરી બાંધી દેહ લટકાવી દેતાં પરિવારજનોએ બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન તેમનું મૃત્‍યુ નિપજ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જુણાચે ભક્‍તિનગર પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર રમેશભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં નાના હતાં અને વાહન લે વેંચનું કામ કરતાં હતાં. સંતાનમાં એક પુત્રી છે. પરિવારજનોના કહેવા મુજબ રમેશભાઇનો મગજ ભમતો હોવાથી ટેન્‍શનમાં રહેતાં હોઇ આ પગલુ ભરી લીધું હતું.

વિરમાયા પ્‍લોટના ગિરીશભાઇનું બેભાન હાલતમાં મોત

મોટી ટાંકી નજીક કોટક સ્‍કૂલ પાછળ વિરમાયા પ્‍લોટ-૩માં રહેતાં અને છુટક મજૂરી કરતાં ગિરીશભાઇ રણછોડભાઇ ચાવડા (ઉ.૩૬) ડાયાલિસીસ કરાવવા ગયા ત્‍યારે બ્‍લડપ્રેસર વધી જતાં માથામાં દુઃખાવો ચાલુ થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજ્‍યું હતું. તે બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર છે. પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી.

(2:40 pm IST)