Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

બે પૂજાએ કર્યો આપઘાતનો પ્રયાસઃ એકે નસ કાપી, બીજીએ એસિડ પીધું

બિમારીથી કંટાળીને અને બહેન સાથે ઝઘડો થતાં પગલુ

રાજકોટ તા. ૯: જુદી જુદી ઘટનામાં પૂજા નામની યુવતિ અને પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કરતાં બંને સારવાર હેઠળ છે.

કોઠારીયા રોડ આનંદનગર ક્‍વાર્ટર નં. ૨૦૨માં રહેતી પૂજાબેન જયદિપ પરમાર (ઉ.૨૨)એ રાતે પોતાના ડાબા હાથે બ્‍લેડથી કાપા મારી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં ભક્‍તિનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. પૂજાબેનને લોહીના ટકા ઓછા થઇ જવાની બિમારી હોઇ અને ચાર વર્ષથી દવા ચાલુ હોઇ કંટાળીને આ પગલુ ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું.

બીજા બનાવમાં રૈયાધાર મોમાઇ નગરમાં રહેતી પૂજા બચુભાઇ પાલીયા (ઉ.૧૮) નામની યુવતિને તેની મોટી બહેન રીના સાથે ઘરકામ મામલે ચડભડ થતાં એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી. પૂજા ત્રણ બહેન અને એક ભાઇમાં બીજા નંબરે છે.

(11:07 am IST)