Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

વિદેશી દારૂના અનેક ગુનામાં સામેલ ધવલ સોલંકી પાસામાં ધકેલાયો

ભકિતનગર પોલીસે વોરંટની બજવણી કરી સુરત જેલમાં ધકેલી દીધો

રાજકોટ,તા. ૯ : શહેરના કોઠારિયા રોડ વિસ્‍તારમાં વિદેશી દારૂના અનેક ગુનામાં સામેલ શખ્‍સને પાસામાં ધકેલાયો હતો.

મળતી વિગત મુજબ ભકિતનગર પોલીસ મથક હેઠળના વિસ્‍તારમાં વિદેશી દારૂના ગુના પકડાયેલ ધવલ વિજયભાઇ સોલંકી (ઉવ. ૨૪)  (રહે. રામ રણુજા સોસાયટી શેરી નં. ૩ કોઠારિયા રોડ)ને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના પી.આઇ. એમ.બી. નકુમ, હેડ કોન્‍સ. રાજુભાઇ દહેકવાલ અને રાહુલગીરી ગૌસ્‍વામીએ દરખાસ્‍ત કરતા પોલીસ કમિશ્‍નર શ્રી રાજુભાર્ગવે વોરંટ ઇશ્‍યુ કરતા ભકિતનગર પોલીસ મથકના પીઆઇ એલ.એલ.ચાવડા, પીએસઆઇ એચ.એન.રાયજાદા, એ.એસ.આઇ નિલેશભાઇ મકવાણા, હેડ કોન્‍સ. હિરેનભાઇ પરમાર, દિલીપભાઇ બોરીચા, કલ્‍પેશભાઇ ચાવડા, વાલજીભાઇ, પુષ્‍પરાજસિંહ, મનીષભાઇ, અરવિંદભાઇ, વિશાલભાઇ તથા હોમગાર્ડ હાર્દિકભાઇ, દિપભાઇ સહિતે  ધવલ વિજયભાઇ સોલંકીની પાસા હેઠળ અટકાયત કરી વોરંટની બજવણી કરી સુરત જેલમાં ધકેલી દીધો હતો.

(10:25 am IST)