Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

રાજકોટ એસટી વિભાગ ૧૨મીએ ITI ખાતે વિવિધ ટ્રેડરના એપ્રેન્‍ટીસની ભરતી કરશે

રાજકોટ,તા. ૯: રાજકોટ એસટી વિભાગની એપે્રન્‍ટીસોની ભરતી માટે  રાજકોટ વિભાગ હેઠળના વિભાગીય કચેરી, વિભાગીય મંત્રાલય, ટાયરપ્‍લાન્‍ટ-રાજકોટ તથા રાજકોટ/મોરબી/ ગોંડલ/ વાંકાનેર/ જસદણ/ સુરેન્‍દ્રનગર/ લિંબડી/ ધ્રાંગધ્રા / ચોટીલા, રાજકોટ વોલ્‍વો-ડેપો ખાતે એપ્રેન્‍ટીસ એકટ -૧૯૬૧ અન્‍વયે એપ્રેન્‍ટીસ ડીઝલ મીકેનીક, મોટર મીકેનીક, ઇલેકટ્રીશિયન, વેલ્‍ડર (ગેસ એન્‍ડ ઇલે.) ફીટર, મશીનિષ્‍ટ ટ્રેડ હેઠળના ૧૦ પાસ + આઇ.ટી.આઇ પાસ તેમજ કોપા ટ્રેડ હેઠળના ૧૨ પાસ+ આઇ.ટી.આઇ પાસ કરેલ હોય તેવા એપ્રેન્‍ટીસ તરીકે ભરતી કરવાની હોય જેથી. એપ્રેન્‍ટિસ ભરતી મેળા તા. ૧૨/૯/૨૦૨૨ સોમવારના રોજ આઇ.ટી.આઇ રાજકોટ ખાતે યોજાનાર જેમાં એપ્રેન્‍ટિસ ભરતી કરવામાં આવશે. તેમજ તારીખ ૧૨/૯/૨૦૨૨થી તારીખ ૩૦/૯/૨૦૨૨ સુધીમાં મહેકમ શાખા, વિભાગીય નિયામકશ્રીની કચેરી, ગોંડલ રોડ, રાજકોટ ખાતેથી આ માટેના અરજીપત્રક સમય ૧૧ થી ૨ દરમ્‍યાન મેળવી લેવાના રહેશે તથા ભરેલ અરજીપત્રકો તારીખ ૪/૧૦/૨૦૨૨ બપોરે ૨ કલાક સુધીમાં પરત કરવાના રહેશે.

(10:24 am IST)