Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

રાત્રે 9 વાગ્યાથી રાજકોટમાં અનરાધાર વરસાદ : વીજળીના મોટા કડાકા ભડાકા સાથે ગાજવીજ વરસાદ તૂટી પડ્યો : રસ્તામાં જોતજોતામાં પાણી વહ્યા :વાહનચાલકોમાં નાસભાગ મચી

રાજકોટ : રાત્રે 9 વાગ્યાથી રાજકોટમાં અનરાધાર વરસાદ તૂટી પડ્યો છે, વીજળીના મોટા કડાકા ભડાકા સાથે ગાજવીજ વરસાદ તૂટી પડ્યો છે ભારે વરસાદના કારણે રસ્તામાં જોતજોતામાં પાણી વહ્યા છે રાત્રીના સમયે ઘરે જતા દુકાનદારો રીતસરના રસ્તામાં અટવાઈ ગયા છે વાહનચાલકોમાં નાસભાગ મચી પામી છે,

આ અગાઉ ભારે પવન સાથે ડમરીઓ ઉડી હતી ત્યારબાદ સમગ્ર શહેરમાં મેઘરાજા તૂટી પડ્યા છે

 

(9:07 pm IST)