Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

હીરાસર એરપોર્ટ ૧૦ ઓકટોબર પહેલા તૈયાર થઇ જશે

રિવ્‍યુ મીટીંગ યોજાઇ : ફેસ-૧નું ૮૦ ટકા કામ પૂર્ણ : વીલેજ શીફટીંગ ટુંકમાં પૂર્ણ થશે : મોબાઇલ ટાવર - વીન્‍ડમીલ - હાઇમાસ્‍ટ ટાવરની કામગીરી શરૂ : ટેમ્‍પરરી ટર્મીનલ પણ ઝડપી પૂર્ણ કરાશે : કલેકટરની પત્રકારો સાથે વાતચીત

રાજકોટ તા. ૮ : રાજકોટ જિલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુએ આજે પત્રકારોને જણાવ્‍યું હતું કે, એઇમ્‍સ બાદ આજે હિરાસર એરપોર્ટ અંગે પણ ખાસ રિવ્‍યુ મીટીંગ યોજાઇ છે, જેમાં એરપોર્ટ ઓથોરીટી - કોન્‍ટ્રાકટર - સીટી પ્રાંત-૨ સહિત તમામને બોલાવાયા છે.  કલેકટરે જણાવેલ કે, ફેસ-૧નું કામ ૮૦ ટકા પૂર્ણ થઇ ગયું છે, રન-વે સંપૂર્ણ બની ગયો છે, ૨૦ ટકાની બાકી રહેલ કામગીરીમાં મોબાઇલ ટાવર, વીન્‍ડમીલ ખસેડવાની, હાઇમાસ્‍ક ટાવર ઉભા કરવા અંગેની કામગીરી શરૂ કરી દેવાઇ છે, તેમજ ટેમ્‍પરરી ટર્મીનલ ઉભુ કરવા અંગે પણ કોન્‍ટ્રાકટરને અલ્‍ટીમેટમ આપી દેવાયું છે.  હિરાસર વીલેજ શીફટીંગ અંગે તેમણે જણાવેલ કે, આ કામગીરી ટુંકમાં પૂર્ણ થઇ જશે, તેમણે નિર્દેશ આપ્‍યો હતો, આગામી ૧૦ ઓકટોબર પહેલા હીરાસર એરપોર્ટ તૈયાર થઇ જવાની પૂરેપૂરી શક્‍યતા છે.

(3:30 pm IST)