Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

૨૦૨૦થી ૨૦૨૨ : કલેકટર દ્વારા દર મહિને એકી સાથે ૬૭૦૦ વિધવાઓને ૧૨૫૦ની સહાય ચૂકવાઇ : બેસ્‍ટ જિલ્લા કલેકટરનો એવોર્ડ

કલેકટરને દિલ્‍હીમાં ૭ દેશના ૩ હજાર ડેલીગેટસની ઉપસ્‍થિતિમાં એવોર્ડ અપાશે : ઇન્‍ડિયા બુક ઓફ રેકોર્ડસ તરફથી ગુજરાતના એક માત્ર રાજકોટ જિલ્લાની એવોર્ડ માટે પસંદગી

રાજકોટ તા. ૮ : રાજકોટ જિલ્લા કલેકટર તંત્રમાં સફળતમ અને શ્રેષ્‍ઠતમ કામગીરીનું વધુ એક સોનેરી પીછું ઉમેરાયું છે, વિખ્‍યાત ઇન્‍ડિયા બુક ઓફ રેકોર્ડસ તરફથી બેસ્‍ટ જિલ્લા કલેકટરનો એવોર્ડ ગુજરાતમાં માત્ર એક રાજકોટ જિલ્લાને જાહેર થતા રાજકોટ જિલ્લા કલેકટરને તમામ અધિકારીઓ - સ્‍ટાફ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા. આ એવોર્ડ સ્‍વીકારવા કલેકટર આજે ખાસ દિલ્‍હી જઇ રહ્યા છે, તેમને ૭ દેશમાંથી આવેલા ૩ હજાર ડેલીગેટ્‍સની ઉપસ્‍થિતિમાં આ એવોર્ડ અપાશે.

કલેકટરે આ વિગતો આપતા જણાવેલ કે, દેશની વિખ્‍યાત સંસ્‍થા ઇન્‍ડિયા બુક ઓફ રેકોર્ડસ સરકારી અને બિનસરકારી સંસ્‍થાઓ દ્વારા થતી નોંધનીય કામગીરી માટે આ એવોર્ડ આપે છે, આપણા જિલ્લામાં ૨૦૨૦થી આજ સુધીમાં રેકોર્ડ બ્રેક ૬૭૦૦ ગંગાસ્‍વરૂપ - વિધવા બહેનોને દર મહિને મળતુ ૧૨૫૦ની નાણાકીય સહાય ચૂકવી છે, છેલ્લા ૨ાા વર્ષથી કોઇ ફરિયાદ નથી આવી, એવોર્ડ આપતી સંસ્‍થા તરફથી આ બધુ ઓર્બ્‍ઝવર કરાયું છે, અન્‍ય રીતે ડેટા મેળવ્‍યા અને બાદમાં આ એવોર્ડ જાહેર કરાયો છે, હાલ રાજકોટ જિલ્લામાં એકીસાથે ૮૩૩૨ ગંગાસ્‍વરૂપ બહેનોને રૂા. ૧૨૫૦નું ફંડ ચૂકવાય છે, દર મહિને તેમના ખાતામાં જમા થાય છે.

(3:37 pm IST)