Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

તહેવારો-ધાર્મિક ઉત્સવોથી અર્થતંત્રને નવુ ચેતન મળશેઃ રાજૂ જૂંજા

રાજકોટ તા. ૯ :.. ગુજરાતની પ્રજા ઉદ્યમીની સાથે ઉત્સવપ્રિય પણ છે. એ બાબતને ધ્યાને લઇ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગણેશ ઉત્સવ અને નવરાત્રીમાં ઘણી છૂટછાટો આપી છે. તે આવકારદાયક હોવાનું જન સેવક રાજૂભાઇ  જૂંજાએ જણાવ્યું છે.

તેમના જણાવ્યુ છે કે અર્થતંત્રની પાટા પરથી ઉતરી ગયેલ ગાડી ફરી પાટા પર ચડાવવા માટેનું આ એક સુઝબુઝ સાથેનું પગલુ છે. કેમ કે ધાર્મિક ઉત્સવોથી રોજગારીની સાયકલ દોડવા માંડે છે. મંડપ સર્વિસ, કેટરર્સ, મીઠાઇ, ફરસાણ, સુશોભન, પ્રીન્ટીંગ, કારીગરો, કલાકારો બધાને રોજીરોટી મળી રહે છે.

છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે લોકોએ શારીરિક-માનસીક અને આર્થિક તકલીફોનો સામનો કરવો પડયો છે.  તહેવારો ઉજવવા માટે સરકારી છૂટછાટો આપી છે ત્યારે તેનો દુર ઉપયોગ ન થાઇ અને આપણી થોડી ઘણી બે કાળજી અને ભુલ સમગ્ર ગુજરાત માટે મોટુ જોખમ ઉભુ ન કરે એની જવાબદારી આપણા સૌના શીરે છે.  માસ્ક ફરજીયાત પહેરવું. સેનેટાઇઝરનો ઉપયોગ કરવો અને સોશ્યલ ડીસ્ટન્સનું અવશ્ય પાલન કરવું. તેમ જનસેવક રાજૂભાઇ જૂંજાએ યાદીના અંતમાં જણાવ્યું છે.

(4:58 pm IST)