Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

એકમાત્ર રાજકોટ શહેર એવુ છે કે તાજીયાઓના ઝુલુસો ૧૦૦ ટકા હિન્દુ ભાઇઓના વિસ્તારોમાં ફરે છેઃ રાજકોટ શહેર તાજીયા કમિટી

રાજકોટ તા.૦૯: શહેર તાજીયા કમીટીના પ્રમુખ આસીફભાઈ સલોતે જણાવેલ છે કે હિન્દુસ્તાનમાં એકમાત્ર રાજકોટ શહેર એકતા અને ભાઈચારાના માહોલનું છે જયાં ૧૦૦ ટકા હિન્દુભાઈઓના  વિસ્તારોમાં ત્રણ તાજીયાઓના ઝુલુસો બે દિવસ સુધી લાખો હિન્દુ-મુસ્લીમ સમાજની હાજરીમાં ફરે છે

કોઈપણ રાજયના શહેરમાં આવું થતું નથી. રાજકોટના મુસ્લીમ વિસ્તારોમાં ૫૦૦ થી પણ વધારે શબીલો નાખવામાં આવેલ છે જેમાં પાણીથી લઈને દુધ કોલ્ડ્રીંકસ સુધીનુ ઈમામ હુશેનની યાદમાં હજારો હિન્દુ-મુસ્લીમ ભાઈઓને પાવવામાં આવે છે રાજકોટ ના ઘણા મુસ્લીમ વિસ્તારોમાં સબીલોમાં હિન્દુ સમાજના ભાઈઓ અને સહકાર આપે છે તેવી જ રીતે રાજકોટમાં ઘણા વિસ્તારોમાં તાજીયા બનાવવામાં પણ હિન્દુ ભાઈઓ પુરી મહેનતો કરે છે હઝરત ઈમામ હુશેનને મુસ્લીમ સીવાય હિન્દુ સમાજ પણ આસ્થા પુર્વક માનતા હોય છે અને પોતાની અલગ અલગ માનતાઓ તાજીયાઓ પાસે જઈને માનતા હોય છે જે માનતાઓ પુરી થઈ જતા આવતા વર્ષે જે તે તાજીયા પાસે માનતા માનેલ હોય તે માનતાઓ આસ્થાભેર પુરી કરતા હોય છે રાજકોટમાં મુસ્લીમ વિસ્તારોમાં રોશનીઓથી રોડ રસ્તાઓ શણગારમાં આવે છે. ઠેક ઠેકાણે સાંજના સમયે ન્યાઝના કાર્યક્રમો અલગ અલગ કમીટી દ્વારા કરવામાં આવી રહેલ છે અને હિન્દુસ્તાનમાંથી વાયઝની તકરીર કરવા આવેલ મૌલાનાઓ પણ ૧૦ દિવસ સુધી હઝરત ઈમામે હુશેન અને ૭૨ શહીદો ની શાનમાં તકરીરો કરી રહેલ છે રાતના સમયે મુસ્લીમ વિસ્તારોમાં લાખોની સંખ્યામાં મુસ્લીમ સમાજ જોવા મળે છે દિનપ્રતીદીન મહોર્રમનો તહેવારની ગતીવિધી વધતી જાય છે રાજકોટના ૨૦૦ થી પણ વધારે ઈમામ ખાનાઓમાં તાજીયા બનાવવાની કામગીરી રાત-દિવસ ચાલી રહેલ છે.રોડ ઉપર કાચ, ટયુબ લાઈટ, લાઇટ,  કાચની બોટલો નહી ફોડવા નમ્ર વિનંતી છે.

રાજકોટ શહેર તાજીયા કમીટીના પ્રમુખ આસીફભાઈ સલોતે રાજકોટ શહેરની તમામ ધમાલ કમીટીઓ, અખાડા કમીટીઓ, તાજીયા કમીટીઓ જોગ જણાવતા રાજકોટ શહેરમાં તા. ૯ અને તા. ૧૦, બને દિવસ રાજકોટના રાજમાર્ગો ઉપર તાજીયાના ઝુલુસો બે દિવસ ફરવાના હોય આ બન્ને દિવસના ઝુલુસમાં બે લાખથી વધારે હિન્દુ-મુસ્લીમ સમાજ જોડાતો હોય તેને ધ્યાનમાં રાખીને ધમાલ કમીટીના તમામ સંચાલકો અને રમનારાઓને   તાજીયાની પાછળ ખળીચોકીની માનતા રાખનારા ઉઘાડા પગે ચાલતા હોય છે અને રોડની બંને બાજુ તાજીયા જોનારા લોકો લાખોની સંખ્યામાં ઉભા હોય છે જેથી ધમાલ કમીટીવાળાઓ કાચની ટ્યુબ લાઈટો ફોડીને જે દાવપેચ રમતા હોય છે અને રોડ ઉપર કાચની સોડાબોટલો ફોડીને દાવપેચ રમતા હોય છે જેથી તાજીયાની પાછળ ખડીચોકી કરનારા લોકોના પગમાં આ કાચ લાગતા હોય છે અને ટયુબ લાઈટો ફોડતા હોય છે ત્યારે તેમાં રહેલી ઝેરી ભુકીઓ તાજીયા જોનારા લોકોની આંખમાં જાય છે જેથી આ બન્ને ચીજ ન રમવા વિનંતી છે અને રાજકોટ શહેરમાં બનતા તાજીયાઓના આગળના ભાગમાં તાજીયાના નંબર અને કયા વિસ્તારનો તાજીયા છે તે લખેલા બોર્ડ મારવા ફરજીયાત છે જેથી કોઈ અવ્યવસ્થા ન સર્જાય રાજકોટ શહેરમાં બન્ને દિવસ તાજીયાની ઝુલુસની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરતા આસીફભાઈ સલોત, મકબુલભાઈ દાઉદાણી, ઈલુભાઈ સમા, રજાકભાઈ જામનગરી, હારૂનભાઈ શાહમદાર, વાહીદભાઈ સમા, મજીદભાઈ સમા, હારૂનભાઈ ગામેતી, અબ્દુલભાઈ ખુરશીવાળા, જાહીદભાઈ દલ, ઈકબાલભાઈ જસરાયા, સમીરભાઈજસરાયા, નાસીરભાઈ મોડ, મોહસીનભાઈભાવર, એહમદભાઈ જુણાચ, અફઝલભાઈ દાઉદાણી, રફીકભાઈ દાઉદાણી, મહેબુબભાઈ રાઉમા, યાકુબભાઈ પઠાણ, તારીકભાઈ હીંગોરજા, વાહીદભાઈ રાઉમા, આબીદભાઈ ગનીભાઈ ઓડીયા, રાજુભાઈ દલવાણી, મુસ્તાકભાઈ મહંમદભાઈ સુમરા, મુનાભાઈ સુમરા, નીજામભાઈ હોથી, સોહીલભાઈ કાબરા, બાદલભાઈ બેલીમ, તોફીકભાઈ સમા, એહઝાદભાઈ શેખ, હનીફભાઈ માડકીયા, ઈર્શાદ લાસાણી, રમઝાનભાઈ રાઉમા, મોહસીનભાઈ બેલીમ, એહજાદભાઈ માજોઠી, વગેરે શહેર તાજીયા કમીટી ના સભ્યોએ જહેમત  ઉઠાવી   છે.

(4:17 pm IST)