Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

સદર વિસ્તારના તાજીયા પડમાં: આજનું ખાસ આકર્ષણ ખડી ચોકીની માનતા

રાજકોટ, તા.૯: મુસ્લીમ કોમના પવિત્ર તહેવાર મહોરમ ઈમામે હસેનની યાદમાં અને કરબલાના ૭૨ શહીદોની યાદમાં વર્ષોથી મનાવાય રહયો છે. આ ઉજવણીમાં સમગ્ર ગુજરાતમાં રાજકોટનું એક અનેરું આકર્ષણ રહયું છે. દુરદુરથી હિન્દુ-મુસ્લીમ અહીંયા આવે છે. ભાવીકો અને શ્રધ્ધાળુ પોતાની માનતા ફુલ, અગરબત્તી, સેલી, નાળીયેર ચઢાવીને પોતાની માનતા પુરી કરે છે. ખડીચોકી એટલે તાજીયા માતમમાંથી લાઈનદોરીમાં આવે અને પરત માતમમાં ન આવે ત્યાં  સુધી તાજીયાની સાથે સતત ૨હેવાનું અને ઉભા જ રહેવાનું અને તાજીયા માતમમાં આવે પછી જ બેસવાનું હોય છે. આને ખડી ચોકીની માનતા કહેવાય છે. આ બહુ કઠીન માનતા છે છતાં હિન્દુ- મુસ્લીમ ભાઈ-બહેનો. શ્રધ્ધાથી અને ભકિતથી આ માનતા રાખે છે. સદર વિસ્તારમાં દર વર્ષે તાજીયાની સાથે કોમી એકતા અને ભાઈચારાના વાતાવરણમાં હિન્દુ ભાઈ–બહેનો સાથે જોડાય છે. તાજીયાનો રૂટ ફુલછાબ ચોક, ભીલવાસ ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, એસ.બી.એસ.બેંક, જયુબેલી ચોક, હરીહર ચોક, સદર મેઈન રોડ થઈ ફુલછાબ. ચોકમાં આવશે. આજ રીતે બન્ને દિવસ તાજીયા રૂટમાં ફરશે.

 ધર્મપ્રેમીઓ મનીષભાઈ રસીકભાઈ ગોળવાળા (ઈગલ ટ્રાવેલ્સ), રતીભાઈ બુંદેલા, સંજયભાઈ પાટડીયા, રાજેશભાઈ પોપટ, દિનેશભાઈ મે, ચંદ્રેશભાઈ રાચ્છ, મોહનભાઈ સોઢા, નરેશભાઈ મકવાણા, રવિભાઈ સોઢા, રમેશભાઈ ધોબી, હાજી આમદભાઈ જીદાણી, હાજી હુસેનભાઈ માંડરીયા, રફીકભાઈ દલવાણી, ઈકબાલબાપુ બુખારી, ઈસુબભાઈ મકરાણી, સીદીકભાઈ કાલાવડીયા, રફીકબાપુ બુખારી, મહેબુબભાઈ બેલીમ, ઈસ્માઈલભાઈ કુરેશી, એજાદબાપુ બુખારી, શબ્બીરભાઈ કુવાડીયા, રજાકભાઇ કારીપાણીયા, લેટેસ્ટબાપુ અબ્દુલભાઇ , હૈદરભાઇ મકરાણી, પરવેઝભાઈ કુરેશી, યુનુસભાઈ કટારીયા, તાજીયા કમીટીના પ્રમુખ હબીબભાઈ ગનીબાપુ કટારીયા,  સતત તાજીયાની સાથે રહેશે.

(4:15 pm IST)