Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

એક દંત્તાય વિદ્દમહે વક્રતુંડાય ધી મહી, તન્નોદંતી પ્રચોદયાત

અંતિમ ચરણ તરફ આગણ વધતો ગણેશ મહોત્સવ : આજે આઠમો દિવસ : રણછોડદાસજીબાપુના આશ્રમે કાલે સત્યનાાયણની કથા : કોઠારીયા કોલોનીમાં જલજીલણી એકાદશી ઉજવાશે

રાજકોટ તા. ૯ : સાંજ પડેને ગણેશજીની સ્થાપના કરાયેલા પંડાલો ધર્મોત્સવમાં ફેરવાય જાય છે. ગણેશ ચતુર્થીથી આરંભાયેલ ગણેશ મહોત્સવ હવે અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે. આજે આઠમાં દિવસમા પ્રવેશેલ ગણેશ મહોત્સવમાં ઠેરઠેર આરતી પૂજન અને સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોની ભરમાર ચાલી રહી છે.

વિવિધ સ્થળોએ આયોજીત કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તૃત છે.

કોઠારીયા કોલોની કા મહારાજા

વિનાયક ગ્રુપ દ્વારા કોઠારીયા કોલોનીકા મહારાજાની સ્થાપના કરી દરરોજ વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. જયાં આજે સોમવારે જલજીલણી એકાદશી નિમિતે કાનુડાને યમુના પાન કરાવાશે. અહીં દરરોજ સાંજે ૭.૩૦ વાગ્યે ઓમકાર મહાઆરતી કરવામાં આવી રહી છે. ભાવિક ભકતો બહોળી સંખ્યામાં જોડાઇ રહ્યા છે. ધર્મપ્રેમીજનોએ આરતી દર્શન અને પ્રસાદનો લ્હાવો લેવા વિનાયક ગ્રુપના કિરણબેન વડગામા, જીતુભાઇ ડાભી, નીમેષ પરમાર,  રાજુભાઇ વડગામા, નિર્મલસિંહ જાડેજા, દિપસિંહ પરમાર, સત્યદીપસિંહ જાડેજા, રાજદીપસિંહ, પારસભાઇ, અમિત ગેલાણી, દાઉદભાઇ, બાબુભાઇ તેમજ ઉર્જા-ઉત્કર્ષ મહિલા સમિતિના બહેનોએ અનુરોધ કરેલ છે.

રણછોડદાસજીબાપુના આશ્રમે કાલે સત્યનારાયણની કથા

આશ્રમ રોડ પર આવેલ સદ્દગુરૂ સદન ટ્રસ્ટ સંચાલિત શ્રી રણછોડદાસજીબાપુના આશ્રમે ગણેશ મહોત્સવનું આયોજન થયુ છે. જેમાં કાલે તા. ૧૦ ના મંગળવારે સાંજે ૪ થી ૭ સત્યનારાયણની કથા રાખેલ છે. ગુરૂભાઇ બહેનો, ધર્મપ્રેમીજનોએ પધારવા સદ્દગુરૂ સદન ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરાયો છે.

(4:11 pm IST)