Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

નિર્મળા રોડ ફાયર બ્રિગેડ પાસેથી વિપુલ અને મનસુખ દારૂ સાથે પકડાયા

રાજકોટ તા ૯  : શહેરના ગાંધાીગ્રામ પોલીસ મથકના પી.આઇ. વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.એમ. ભટ્ટ, હેડ કોન્સ. રાહુલભાઇ, સંતોષભાઇ, કાનુભાઇ, હાર્દિકસિંહ, કિશોરભાઇ, દિવ્યરાજસિંહ, ગોપાલભાઇ, દિનેશભાઇ તથા હિતેન્દ્રસિંહ અને દિવ્યરાજસિંહ ને મળેલી બાતમીના આધારે નિર્મળા રોડ, ફાયર બ્રિગેડ સ્ટેશન પાસેથી જીજે-૭ વાય.વાય.૧૪૮૩ નંબરની રીક્ષામાંથી રૂા ૮૦૦૦ ની કિંમતની દારૂની ૨૦ બોટલ સાથે વિપુલ ખુશાલદાસ, ચોૈહાણ (ઉ.વ.૨૫) (રહે. માયાણીનગર બ્લોક નં.૩૧) અને મનસુખ બાલેબોકડીયા (ઉ.વ.૩૬) (રહે. મોટા મવા ગામ, મફતીયા પરામાં) ને પકડી લીધા હતા. જયારે બજરંગ વાડી પાસેથી નવયુગપરા શેરી નં.૪ માં રામનાથપશ્રા, જુની જેલ સામે રહેતો સુનીલ અરજણભાઇ સીંધવ (ઉ.વ.૨૮) નજે દારૂપી જીને-૩ સીએફ ૫૭ં૯૯ નંકબરનું એકટીવા લઇને નીકળતા ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

(3:57 pm IST)