Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

કેતનભાઇ હિંડોચાને ''ધ મોસ્ટ એડમાયર્ડ બ્રાન્ડ'' એવોર્ડ એનાયત

રાજકોટ, તા. ૯ : રિયલ એસ્ટેટ ક્ષેત્રે નામના ધરાવતા કેતનભાઇ હિંડોચાને ''ધ મોસ્ટ એડમાયર્ડ બ્રાન્ડ ઓફ ગુજરાત એવોર્ડ'' એનાયત કરાયો છે.

શ્રી સિધ્ધી વિનાયક બિલ્ડકોનના ફાઉન્ડર કેતનભાઇએ ૧૯૯૯ માં ૅટિપ્સી ટોપ્સી પીઝૉ નામથી યાજ્ઞિક રોડ પર આઉટલેટ શરૃ કર્યો હતો. જેના પીઝાનો સ્વાદ માણવા માટે આજે પણ લોકો દૂર દૂરથી ટિપ્સી ટોપ્સી પીઝા માં આવતા હોય છે. તેમના પિતાશ્રી મનહરલાલ (ભુપતભાઈ) હિંડોચાએ ૅચંદુભાઈ ભેળવાળૉ ના નામથી યાજ્ઞિક રોડ પર પદાર્પણ કર્યું હતું. પિતાજીના પગલે કેતનભાઇ હિંડોચા એ પણ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવી, ટિપ્સી ટોપ્સી પીઝા ની શરૃઆત કરી, જે આજે યાજ્ઞિક રોડ પર લેન્ડમાર્ક બની ગયું છે.

 કેતનભાઇ એ ૨૦૦૯ માં સફળતાનું વધુ એક પગથિયું ચડીને રિયલ એસ્ટેટ ક્ષેત્રે જંપલાવ્યું. તેમના હાલમાં ચાલી રહેલા ૅધ હિલ્સૅ પ્રોજેકટ પણ એકદમ લકઝરીયસ અને કવોલિટી મટીરીયલથી બનાવેલ પ્રોજેકટ છે. જેની કવોલિટી ને જોઈને દિવ્યભાસ્કર તરફથી ૅઅલ્ટ્રા લકઝુરિયસ પ્રોજેકટૅ નો એવોર્ડ કેબિનેટ મિનિસ્ટર શ્રી બ્રિજેશભાઈ મેરજા ના હસ્તે એનાયત થયો હતો.

ન્યૂઝ ૧૮ ગુજરાતી દ્વારા યોજાયેલ પ્રાઈડ ઓફ ગુજરાત એવોર્ડ કાર્યક્રમમાં પણ કેતનભાઇ હિંડોચાને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ધ મોસ્ટ એડમાયર્ડ રીયલ એસ્ટેટ બ્રાન્ડ ઓફ ગુજરાતનોએવોર્ડ એનાયત કરાયો હતો.

(4:23 pm IST)