Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

'હર ઘર તિરંગા' : ભાજપ દ્વારા કાર્યક્રમોની વણજાર : માર્ગદર્શન અર્થે બેઠક

રાજકોટ : આઝાદીના અમૃત મહોત્સવ અતંર્ગત દેશભરમાં તા.૯ થી ૧પ સુધી હરઘર ત્રિરંગા અભિયાન હાથ ધરાયુ છે. તે અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય ખાતે કમલેશ મિરાણીની અઘ્યક્ષતામાં અને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, વિધાનસભા–૬૮ના પ્રભારી પ્રદિપભાઈ વાળા, મેયર ડો. પ્રદિપ ડવ, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકનું  સંચાલન જીતુ કોઠારીએ કરેલ તેમજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની વિશેષ માહિતી કિશોર રાઠોડ અને અનિલભાઈ પારેખે આપી હતી. આ બેઠકમાં કમલેશ મિરાણી, ગોવિંદભાઈ પટેલે વિશેષ માહીતી રજુ કરતા જણાવેલ કે આગામી દિવસોમાં દેશભકિતનું વાતાવરણ ઉભુ કરવા યુવા મોરચા દ્વારા પ્રચાર–પ્રસાર, દરેક વોર્ડમાં પ્રભાતફેરી, રાષ્ટ્રભકિતના ગીતો, મહાનગરમાં આવેલ મહાપુરૃષોની પ્રતિમાને પુષ્પાંજલી અને સ્મારકો પર સ્વચ્છતા અભિયાન, તિરંગા યાત્રા સહીતના કાર્યક્રમો  થશે. તા.૧૦,૧૧,૧ર,૧૩ ઓગષ્ટ દરેક વોર્ડમાં તિરંગા વિતરણ માટેના સ્ટોલ ઉભા કરાશે. તેમજ આવતીકાલે તા.૧૦ ના સાંજે પઃ૩૦ કલાકે શહેર ભાજપ યુવા મોરચા દ્વારા  દરેક વોર્ડમાં તીરંગા યાત્રા યોજાશે. જેમાં વોર્ડ નં.૧ માં સ્વપ્નલોક સોસાયટીથી ક્રિષ્ના એન્ટરપંાઈઝ, વોર્ડ–ર માં બજરંગવાડી સર્કલથી હનુમાન મઢી ચોક, વોર્ડ–૩ માં રેલનગર પાણીના ટાંકાથી આંબલીયા હનુમાનજી, વોર્ડ–૪ માં મોરબી રોડ જકાતનાકાથી ભગવતીપરા, વોર્ડ–પ માં દુર્ગા રેસ્ટોરન્ટથી પાણીનો ઘોડો, વોર્ડ–૬ માં જલગંગા ચોકથી માંડા ડુંગર, વોર્ડ–૭ માં કિશાનપરા ચોકથી પંચનાથ મહાદેવ મંદિર, વોર્ડ–૮ માં ભાજપ કાર્યાલયથી ભાજપ કાર્યાલય, વોર્ડ–૯ માં રૈયા ચોકડીથી ઈન્દીરા સર્કલ, વોર્ડ–૧૦ માં હનુમાન મઢીથી મારૃતી ચોક, વોર્ડ–૧૧ માં બાલાજી હોલથી સ્પીડવેલ ચોક, વોર્ડ–૧ર માં વોર્ડ ભાજપ કાર્યાલયથી વાવડી ગામ, વોર્ડ–૧૩ માં સ્વામીનારાયણ ચોકથી રાજનગર ચોક, વોર્ડ–૧૪ માં પવનપુત્ર ચોકથી જલારામ ચોક, વોર્ડ–૧પ માં મોહનભાઈ સરવૈયા હોલથી મહાકાળી ચોક, વોર્ડ–૧૬ માં ક્રિષ્ના ચોકથી સુતા હનુમાનજી  મંદિર, વોર્ડ–૧૭ માં નવનીત હોલથી સપના સોડા, વોર્ડ–૧૮ માં પટેલ ચોક કાર્યાલયથી સાંઈબાબા સર્કલ સુધી યોજાશે. તેમજ  તા.૧૧,૧ર,૧૩,૧૪ ઓગષ્ટ– શહેરના દરેક વોર્ડના મુખ્ય ચોકમાં સાઉન્ડ સાથે દેેશભકિતના ગીતો ગુંજશે. તેમજ તા.૧ર સવારે ૮:૩૦ કલાકે રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાશે જે  બહુમાળી ભવન સરદાર પટેલની પ્રતિમાથી રાષ્ટ્રીય શાળા સુધી ફરશે. તેમજ તા.૧૩ ના સવારે ૯:૩૦ કલાકે – દરેક વોર્ડમાં પ્રતિમા સફાઈ ઝુંબેશ અને પુષ્પાંજલી કાર્યક્રમ યોજાશે. તા.૧૪ ના સવારે ૭:૩૦ થી ૮ તમામ વોર્ડમાં રાષ્ટ્રઘ્વજ સાથે પ્રભાતફેરી યોજાશે. જેમાં રઘુપતી રાઘવ રાજા રામની ધુન ગુંજશે. તા.૧૪ ના સાંજે ૬ કલાકે શિવાજીની પ્રતિમા, અકિલા ચોકથી વિવેકાનંદની પ્રતિમા સુધી તિરંગા સાથે મૌન રેલી યોજાશે. સાંજે ૭ કલાકે યુવા મોરચા દ્વારા મશાલ રેલી યોજાશે. તેમજ તા.૧પ ના સવારે ૮ વાગ્યે શહેર ભાજપ કાર્યાલય ખાતે સાંસદ રામભાઈ મોકરીયાના હસ્તે ઘ્વજવંદન યોજાશે. આ બેઠકમાં  શહેર ભાજપના હોદેદારો, વોર્ડના પ્રભારી– પ્રમુખ–મહામંત્રીઓ, મોરચાના પ્રમુખ– મહામંત્રી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકની સંપૂર્ણ વ્યવસ્થા શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનિલભાઈ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળી હતી.

(4:23 pm IST)