Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

રાજકોટમાં આવું પણ થાય....દેશી દારૂ અને ચાની ભૂકીમાંથી બનાવ્યો વિદેશી દેખાય એવો દારૂ: બ્રાન્ડેડ બોટલોમાં ભરી વેચવા નીકળ્યો: માંડા ડુંગરના હિતેષ ઉર્ફે બંટીને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો

રાજકોટ: તહેવાર સમયે નાના મોટા બુટલેગરો કમાઈ લેવા ઉતરી પડે છે. પણ કેટલાક લેભાગુઓ પણ મેદાનમાં આવે છે. માંડા ડુંગર પાસે રહેતા હિતેષ ઉર્ફે બંટી સવજીભાઈ બાબરીયા નામના શખ્સને ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વી.કે. ગઢવી, પીએસઆઇ એસ.વી. સાખરા, હેફકોન્સ. મોહસીનખાન, મહેશભાઈ મંઢ સહિતની ટીમે વિદેશીના નામે ચાની ભૂકી અને દેશી દારૂમાંથી વિદેશી દેખાય તેવો દારૂ રોયલ ચેલેન્જ બ્રાન્ડની બોટલોમાં ભરી વેચવા નીકળતા પકડી લીધો છે અને વિશેષ તપાસ હાથ ધરી છે. અગાઉ એસઓજીએ પણ આ રીતે બ્રાન્ડેડ નકલી દારૂ બનાવવાનું કૌભાંડ પકડ્યું હતું.

(10:16 pm IST)
  • દ્ધારકામાં વધુ એક કોરોના પોઝીટીવ :નરસંગ ટેકરી વિસ્તારમા રહેતા 39 વર્ષીય સિંકદરખાન અબ્દુલ સતાર શેખનો રિપોર્ટ પોઝીટીવ access_time 8:20 pm IST

  • અમદાવાદ બાંગલા દેશ વચ્ચે દોડશે ગુડઝ ટ્રેન : વેસ્ટર્ન રેલ્વે ડીવીઝનની નવી પહેલ સામાનની હેરઠેર કરવામાં સરળતા રહેશે : વેપારીઓના માલની સલામતી વધશે access_time 1:37 pm IST

  • ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત : વધુ 35 કેસ પોઝીટીવ નોંધાયા : સિટીમાં 24 કેસ અને ગ્રામ્યમાં 11 કેસ : કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 1831 થયો :આજે વધુ એકનું મોત : મૃત્યુઆંક 32 થયો access_time 7:30 pm IST