Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

કાલે રામનાથ મહાદેવ મંદિરે વાજતે ગાજતે ધ્વજારોહણ

૫૧ ફુટના ધર્મધ્વજ અને વિવિધ સંસ્થા મંડળોની ધ્વજાઓ સાથે કોઠારીયા નાકા ખાતેથી રાત્રે ૯ વાગ્યે પ્રસ્થાન : મુખ્ય માર્ગો પર ફરી રામનાથઘાટ પહોંચશે : શ્રી રામનાથ મહાદેવ ધ્વજારોહણ સમિતિ દ્વારા સતત ૧૨ માં વર્ષે આયોજન

રાજકોટ તા. ૯ : પવિત્ર શ્રાવણ માસમાં છેલ્લા ૧૧ વર્ષની પરંપરા જાળવી સતત ૧૨ માં વર્ષે શ્રી રામનાથ મહાદેવ ધ્વજારોહણ સમિતિ દ્વારા કાલે શનિવારે ધ્વજારોહણ યાત્રાનું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સમિતિના આગેવાનોએ જણાવેલ કે આજી નદીના પટમાં ૪૦૦ વર્ષથી બિરાજમાન શ્રી રામનાથ મહાદેવને ધ્વજા ચડાવવા કાલે વાજતે ગાજતે ડી.જે. અને રાસ-ધૂનની રમઝટ સાથે ધ્વજા યાત્રા નિકળશે.

કાલે તા. ૧૦ ના શનિવારે રાત્રે ૯ વાગ્યે કોઠારીયના નાકા ખાતે આવેલ શ્રી કિશોરસિંહજી શાળના પટાંગણમાંથી આ યાત્રાને પ્રસ્થાન કરાવાશે. જેમાં ૫૧ ફુટના ધર્મધ્વજ સાથે વિવિધ સમાજ, સંસ્થા, મંડળો ધ્વજા સાથે જોડાશે. જેમાં દલિત સમાજ અને વાલ્મીકી સમાજના બહેનો પણ દાદાને ધ્વજા ચડાવવાનો લ્હાવો લેશે.

આ વખતે એક સાથે ૯ ધ્વજાઓ ચડશે. જેમાં બ્રાહ્મણ સમાજ, બંગાળી સમાજ, મામા સાહેબ ચેરીટેબલ ટ્રસ્ટ, સિંધી સમાજ, ખવાસ રજપુત સમાજ, નેપાળી સમાજ, ગૌરક્ષા દળ ગુજરાત, દલિત સમાજ તેમજ અલગ અલગ સંસ્થા અને અલગ અલગ સમાજના લોકો જોડાશે.

બડાબજરંગ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, સિંધી સમાજ, ઓમ સાંઇ ચેરીટેબલ ટ્રસ્ટ, ઝુલેલાલ મંદિર ટ્રસ્ટ, સાંઇ સોશ્યલ યુવા ગ્રુપ સાથે જોડાશે.

ધ્વજા યાત્રા દરમિયાન ડી.જે.ની સુરાવલીઓ ગુંજશે. ભરવાડ સમાજના યુવાનો લાઠીદાવ રમી આકર્ષણ જમાવશે. આ યાત્રા ગરૂડ ગરબી ચોક થઇ રામનાથપરા મેઇન રોડ પરથી શ્રી રામનાથ મહાદેવ મંદિરે વિરામ પામશે. માર્ગો પર ઠેરઠેર ઉમળકાભર્યુ સ્વાગત કરાશે. ગરૂડ ગરબી મંડળ, ભરવાડ સમાજ, રાજપૂત સમાજ, ઓડ સમાજ, કોળી સમાજ, સિંધી સમાજ વગેરે સમાજના લોકો સ્વાગત કરશે.

યાત્રાની વિશેષ માહીતી માટે નિલેષભાઇ વોરા, મો.૯૮૨૪૨ ૮૫૪૫૫, નૈમિષભાઇ મડીયા મો.૯૪૨૮૪ ૬૪૪૯૪, કલ્પેશભાઇ ગમારા મો.૮૧૨૮૮ ૮૮૮૩૫ નો સંપર્ક કરવા જણાવાયુ છે. સમગ્ર ધ્વજા યાત્રાને સફળ બનાવવા કોર કમીટીના કમલેશભાઇ પંડયા, ખજાનચી ભરતભાઇ ત્રિવેદી, સુનીલભાઇ ટેકવાણી, મહેશભાઇ મિયાત્રા, દિનેશભાઇ પુનવાણી, કિરણભાઇ દાવડા તેમજ સમિતિના ભાવિક ભકતો જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવ્તા નિલેષભાઇ વોરા, દિનેશભાઇ પુનવાણી, કલ્પેશભાઇ ગમારા, નૈમિષભાઇ મડિયા, વિનયભાઇ જોષી, રામભાઇ આસવાણી, વિક્રમસિંહ પરમાર, મહેશભાઇ મિયાત્રા, સુનિલભાઇ સાધનાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:26 pm IST)