Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

રાજકોટ કોર્પોરેશનના કોમ્પ્યુનિટી હોલમાં રાંધણ ગેસના બાટલાથી આગ લાગીઃ કોઇ જાનહાની નથી

કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર ફાયર બ્રીગ્રેડની ટીમ ઘટના સ્થળે પહોંચી

રાજકોટ : અત્રેના વોર્ડ નં.૧૩માં આવેલ મ્યુ.કોર્પોરેશન સંચાલિત ગુરૂપ્રાસદ ચોકમાં આવેલ કોમ્યુનિટી હોલમાં આજે વહેલી સવારે પ્રસંગ દરમિયાન હોલની ગેલેરીમાં રસોઇ વખતે રાંધણગેસનો બાટલો લીક થતા જબરી આગ લાગીહતી. જો કે સદ્દનશીબે કોઇ જાનહાની થઇ નથી. દરમિયાન વોર્ડ નં.૧૩માં કોંગી કોર્પોરેટર જાગૃતિબેન પ્રવિણભાઇ ડાંગર તથા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવીને બચાવ કાર્ય શરૂ કર્યું હતું તસ્વીરમાંં કોમ્યુનીટી હોલની ગેલેરી આગથી ભસ્મીભુત થઇ ગયાનું નજરે પડે છે.(૬.૧૪)

(4:19 pm IST)