Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

અખિલ ભારતીય મોઢ વણિક મહામંડળ અને મહિલા મંડળની રાજકોટમાં મીટીંગ

રાજકોટ : મોઢ મહોદય સંસ્થા ભાવનગરના સમગ્ર ભારતના કમીટી મેમ્બરો તથા અખિલ ભારતીય મોઢ વણિક મહામંડળના કમીટી મેમ્બરો તથા અખિલ ભારતીય મોઢ વણિક મહિલા મંડળના એડહોક કમીટી મેમ્બરોની પ્રથમ મીટીંગ રાજકોટમાં મળી હતી. મોઢ વણિક જ્ઞાતિનું યુવા સંમેલન યોજવા, વસતી ગણતરીની ઇ-નામાવલી તૈયાર કરવી, સર્વે જ્ઞાતિબંધુઓને રાહત ભાવે મેડીકલેઇમની કાર્યવાહી અંગે તેમજ મોઢ મહોદયના વિવિધ ફંડો વધારવાની ચર્ચા કરવામાં આવી હતી. આગામી યુવા સંમેલન જાન્યુઆરી ર૦૧૯ માં ભાવનગર ખાતે યોજવું તેવું પ્રાથમિક નકકી કરવામાં આવેલ છે. મીટીંગમાં મોઢ મહોદયના પ્રમુખ હર્ષદભાઇ શાહ અમદાવાદથી, ઉપપ્રમુખ ધર્મેન્દ્રભાઇ પારેખ મુંબઇથી, માનદ મંત્રી દિપકભાઇ ધોળકીયા શિહોરથી, ભાવનગરથી સહતંત્રી મહેન્દ્રભાઇ વોરા, કારોબારી સભ્યોમાં અમદાવાદથી અતુલભાઇ મહેતા, તુષારભાઇ પરીખ, ભાવનગરથી સુનિલભાઇ પારેખ, પુનાથી એડહોક મહીલા કમીટીના પ્રમુખ માધુરીબેન શાહ, રાજકોટ સ્થિત કેતનભાઇ મારવાડી, કિરીટભાઇ પટેલ, કિરેનભાઇ છાપીયા, અખિલ ભારતીય મોઢ વણિક મહામંડળના એડહોક કમીટી મેમ્બર મુકેશભાઇ દોશી, કેતનભાઇ મેસ્વાણી, સંજયભાઇ મણીયાર, શ્રેયાંશભાઇ મહેતા, અખિલ ભારતીય મોઢ વણિક મહિલા મહામંડળ એડહોકના રાજકોટ સ્થિત કમીટી મેમ્બર શ્રીમતી ગીતાબેન એ. પટેલ, શ્રીમતી પ્રતિમાબેન પારેખ, નલિનીબેન મણીઆર ખાસ ઉપસ્થિત રહેલ. ઉપરાંત ભાવનગર, જુનાગઢ, જામનગર, વડોદરા, સુરેન્દ્રનગર, કોલકતા, બેંગ્લોર, સુરત, મુંબઇ, પુના, અમદાવાદ, મોરબી, જસદણથી કમીટી મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં નવી એડહોક કમીટીમાં ભાઇઓમાં પ્રનંદભાઇ કલ્યાણી, ભાગ્યેશભાઇ વોરા, શ્રેયાંશભાઇ મહેતા, મહિલા વિભાગમાં શ્રીમતી નલિનીબેન મણીઆર, જસદણના અગ્રણી પત્રકાર ધર્મેશભાઇ એન. કલ્યાણીની નવી વરણી કરાઇ હતી. સમગ્ર મીટીંગ કાર્યને સફળ બનાવવા મોઢ વણિક યુવા ગ્રુપના પ્રમુખ કિરેનભાઇ છાપીયા, માનદ મંત્રી કેતનભાઇ પારેખ, ચેરમેન કેતનભાઇ મેસ્વાણી, મોઢ મહોદયના કારોબારી સભ્ય કિરીટભાઇ પટેલ, દિકરાનું ઘર વૃધ્ધાશ્રમના સંસ્થાપક મુકેશભાઇ દોશી, મોઢ વણિક મિત્ર મંડળના પ્રમુખ પ્રનંદભાઇ કલ્યાણી, ટ્રેઝરર હિરેનભાઇ કલ્યાણી, મોઢ વણિક સમાજના સંજયભાઇ મણીઆર, માતંગી પાટોત્સવ સમીતીના પ્રમુખ શ્રેયાંશભાઇ મહેતા, મોઢ વણિક મહાજન ટ્રસ્ટના ભાગ્યેશભાઇ વોરા, મોઢ વણિક મહિલા સત્સંગના પ્રમુખ શ્રીમતી ગીતાબેન એ. પટેલ, સમસ્ત મોઢ વણિક મહીલા મંડળના માનદ મંત્રી નલિનીબેન મણીઆર, સભ્ય શ્રીમતી પ્રતિમાબેન પારેખે જહેમત ઉઠાવી હતી. સમગ્ર મીટીંગનું સંચાલન મોઢ મહોદયના પ્રમુખ હર્ષદભાઇ શાહ અને તંત્રી દિપકભાઇ ધોળકીયાએ કરેલ. મીડીયા સેવા અશ્વિનભાઇ પટેલ (મો.૯૮૨૫૧ ૯૫૯૫૫) એ સંભાળી હતી. આભારવિધિ કિરેનભાઇ છાપીયા (મો.૯૮૨૫૧ ૭૫૮૯૦) એ કરેલ.

(4:00 pm IST)