Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

પ૦ હજાર છાત્રો પ્રકૃતિની પરીક્ષા આપશે

નવરંગ કલબ અને અન્ય સંસ્થાઓ દ્વારા ૧પ/૯ સુધી લેખિત પરીક્ષાઃ સૌરાષ્ટ્રની અનેક સ્કુલો જોડાઇઃ વન્ય જીવન સપ્તાહ ઉજવણી અંતર્ગત આયોજન

વી.ડી.બાલા સાથે ભરતભાઇ સુરેજા, કપિલભાઇ પંડયા, જયેન્દ્રભાઇ ગજજર, ચીરાગભાઇ ધામેચા, કાંતીભાઇ ભુત, સેંજલભાઇ મહેતા નજરે પડે છે.(તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૮ : નવરંગ નેચર કલબ-રાજકોટ દ્વારા પ્રકૃતિ પરીક્ષાનું આયોજન થયું છે. ભારતીય વનનિતી મુજબ કુલ જમીનના ૩૩% વિસ્તારમાંં જંગલો હોવા જોઇએ પરંતુ ગુજરાત રાજયમાં ૧૦% જ જંગલો છે. તેને સાચવવાની જવાબદારી સરકારી રાહે થતી હોય છે. પરંતુ બાકીના ૯૦% વિસ્તારમાં લોકો રહે છે. ત્યાં વન્યજીવો વનસ્પતિ, કુદરતી સંપતિનું મહત્વ સમજાય અને આ ૯૦% વિસ્તારમાં વધુમાં વધુ વૃક્ષો વવાય, સંચવાય, વન્યજીવોની કાળજી લેવાય. કુદરતી સંપતી સારી રીતે જળવાય તે માટે જાગૃત થાય અને પોતાના ખેતરમાં એક લાઇન જુવાર અથવા બાજરાનું વાવેતર પક્ષીઓ માટે કરતા થાય અને કુદરતી સંપતિનું વિવેક ભર્યો ઉપયોગ કરતા થાય.

વિદ્યાર્થી અવસ્થામાં વન્યજીવો પ્રત્યે જાગૃતિ કેળવાય વિવિધ પોષણ કળીઓમાં વન્યજીવોનું મહત્વ શું છે તેની જાણકારી મળે, પક્ષીઓ આપણને કઇ રીતે ઉપયોગી  છે ? જેમ કે પક્ષીઓ ઇયળો જીવડા ખાય આપણને મદદરૂપ થાય છે. ફળ ખાય દૂર દૂર સુધી જઇને ચરકે છે આમ વૃક્ષો ઉગાડવાનું પરાગરજ એક જગ્યાએ લઇ જવાનું ભગીરથ કાર્ય કરે છે તેના મધુર અવાજથી વાતાવરણને હર્યુ ભર્યુ રાખે છે. અને આપણને મધુર બોલવાની પ્રેરણા આપે છે. વન્યજીવોમાં શ્વાન કુળના વરૂ (નાર) ની સંખ્યા ઘટવાથી નીલ ગાય તથા બીજા હરણોની સંખ્યા વધી ગયેલ છે. કુદરતી નિયમનની સીસ્ટમ ખોરવાય ગયેલ તેથી ખેતી પાકને પારાવાર નુકશાન થાય છે. આવી વિવિધ પોષણકળીઓની માહિતી મળે તથા વન્યજીવો ખુબ જ ઓછા બીમાર પડે છે તેના કારણોમાં તેનો ખોરાક કુદરતી છે. આપણે પણ કુદરતી ખોરાક ખાવાનું રાખીએ અને વન્યજીવો વિકટ પરિસ્થિતિ સામે લડે છે. છેલ્લા શ્વાસ સુધી લડતા રહે છે. આપણે વિકટ પરિસ્થિતિ આવતા નાસીપાસ થઇએ છીએ. આપણે વન્યજીવો પાસેથી પરિસ્થિતિ સામે લડતા શિખવું જોઇએ વન્યજીવોનાં રહેઠાંણનું મહત્વ  સમજાય અને વન્યજીવો પ્રત્યે અનુકંપા જાગે પૃથ્વી પરના સૌથી બુધ્ધિશાળી પ્રાણી (માનવી) વન્યજીવોને પૃથ્વી પર રહેવાનું તેની વૃધ્ધિ કરવાનો અધિકાર બક્ષે તેવા હેતુથી.

નવરંગ નેચર કલબ રાજકોટ વિદ્યાર્થીઓની લેખીત કસોટી લેવા માંગે છે જેના નિયમો નીચે મુજબ છે. ધોરણ પ થી ૮ ના વિદ્યાર્થીઓ ભાગ લઇશે. ધોરણ  ૯ થી કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. પ્રશ્ન પત્ર જે તે સ્કુલ-કોલેજએ અમારી પાસેથી મેળવી લેવા વિનંતી. કસોટી પોતાની સ્કુલ તથા કોલેજમાં લેવાની રહેશે. કોઇ પણ જાતની ફી રાખેલ નથી. આ વર્ષે પચાસ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લે તેવં આયોજન છે. આપની સંસ્થાના વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ કસોટીમાં ભાગ લે તેવા પ્રયત્નો કરવા નમ્ર વિનંતી છે. સ્કુલ-કોલેજ દીઠ એક વિદ્યાર્થીને ઇનામ અમારા તરફથી આપવામાં આવશે. પ્રશ્ન પત્ર નીચેના સરનામેથી મળી શકશે તેમજ પરીક્ષા તા. ૧પ-૯-ર૦૧૮ પહેલા લઇ લેવાની રહેશે.

સરનામુ઼: નિલકંઠ પાર્ક જે-૩/૨ શાળા નં. ૮૦ ની બાજુમાં નિલકંઠ પાર્ક મેઇન રોઙ નિલકંઠ ટોકીઝ પાછળ કોઠારીયા રોડ રાજકોટ વિશેષ માહીતી માટે મો. ૯૪ર૭પ ૬૩૮૯૮ નો સંપર્ક થઇ શકે છે.  પરીસક્ષામાં સામાજીક વનીકરણ વિભાગ-રાજકોટ સદભાવના વૃધાશ્રમ રાજકોટ સી.જે. ગૃપ રાજકોટ યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ નેચર એન્ડ એડવેન્ચર કલબ રાજકોટ શેર વીથ સ્માઇલ એનજીઓ રાજકોટ ગુજરાત સ્પોર્ટસ એકેડમી જેતપુર વગેરે સંસ્થાઓ જોડાઇ છે.

(3:57 pm IST)